પ્રિયંકા ચોપરા હાલમાં તેના પતિ નિક જોનસ બ્રધર્સના સકર આલબમને કારણે ચર્ચામાં છે. આ ગીતમાં પ્રિયંકા ચોપરા તેમજ તેની જેઠાણી સોફી ટર્નર પણ જોવા મળે છે. તેમજ આ ગીત બિલબોર્ડ હોટ સોંગ ચાર્ટમાં પણ નંબર1 ના સ્થાને છે.
પ્રિયંકા આ ગીતના વખાણ કરતા થાકતી નથી અને પોતાના જીવનમાં ઘણી ખુશ દેખાય છે ત્યારે પતિ નિક જોનસે ફરીથી પીસી બેબીને ખુશ કરી દીધી છે અને આ ખુશી માટે નિકે પ્રિયંકાને લક્ઝરી કાર મસ્રિડીઝ મૈબેક ગિફ્ટ કરી છે. આ કારની કિંમત આ શરે 2.5 કરોડ રૂપિયા છે.
આ અંગેની જાણકારી પ્રિયંકા ચોપરાએ જાતે જ પોતાન સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે લખ્યું હતું કે મળો એકસ્ટ્રા ચોપરા જોનસને. જો પતિ નંબર 1 હોય તો પત્નીને ગિફ્ટમાં મળે છે મૈબેક અને પ્રિયંકાએ થોડા ફોટા પણ શેર કર્યા છે.
https://www.instagram.com/p/Bu7YQKkl_Wf/?utm_source=ig_embed
https://www.instagram.com/p/Bu7YQKkl_Wf/
