Not Set/ જાણો, ભગવાન સ્વામિનારાયણની પ્રાગટય ભૂમિ ”છપૈયા”નો  ઇતિહાસ

ભગવાન શ્રી સ્વામિનારાયણ ધર્મદેવ પિતા અને ભક્તિદેવી માતા થકી છપૈયાને વિષે મનુષ્યાકૃતિ ધારણ કરી. તે છપૈયાનો મહિમા અનાદિ યુગોથી પૌરાણિક પુરાણોમાં લખ્યો છે. અક્ષરધામધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ છપૈયાની ભૂમિને પસંદ કરી તેના અનંત કારણો છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે. ત્રેતાયુગમાં માર્કણ્ડમુનિ નામના સંત હતા. તેમનો અહીં આશ્રમ અને યજ્ઞાશાળા હતી. તેઓએ હજારો વર્ષ સુધી જમીનમાં […]

Uncategorized

ભગવાન શ્રી સ્વામિનારાયણ ધર્મદેવ પિતા અને ભક્તિદેવી માતા થકી છપૈયાને વિષે મનુષ્યાકૃતિ ધારણ કરી. તે છપૈયાનો મહિમા અનાદિ યુગોથી પૌરાણિક પુરાણોમાં લખ્યો છે. અક્ષરધામધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ છપૈયાની ભૂમિને પસંદ કરી તેના અનંત કારણો છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે.

Image result for ભગવાન સ્વામિનારાયણ

ત્રેતાયુગમાં માર્કણ્ડમુનિ નામના સંત હતા. તેમનો અહીં આશ્રમ અને યજ્ઞાશાળા હતી. તેઓએ હજારો વર્ષ સુધી જમીનમાં ગુફા બનાવીને છુપાઈને તપશ્ચર્યા કરી હતી, મુનિની કઠીન તપશ્ચર્યા જોઈને સ્વર્ગના દેવો- અપ્સરાઓ તપ ભંગ કરવા અનેક ઉપાયો વિઘ્ન ઉભા કરતા છતાં મહાત્મા જરાપણ ચલાયમાન ન થયા.

Image result for ભગવાન સ્વામિનારાયણ

દશ હજાર વર્ષની ઘોર તપશ્ચર્યાના અંતે વટ વૃક્ષના પાંદડામાં બાલમુકુંદ ભગવાન બે હાથ વડે જમણા ચરણનો અંગૂઠો મુખમાં રાખીને પોઢયા હતા. એવા અદ્ભુત દર્શન મુનિને થયાં, ત્યારે મુનિએ બાલમુકુંદ ભગવાનની સ્તુતિ કરી.

Image result for ભગવાન સ્વામિનારાયણ

પ્રાર્થનાના અંતે માર્કણ્યમુનિએ વટપત્રશાયી બાલમુકુંદની પાસે બે હાથ જોડી વર માગ્યો કે, હે પ્રભુ ! આપે મન આપના બાલસ્વરૃપનાં દર્શન આપી કૃતકૃત્ય કર્યો તો આ ભૂમિમાં આપના બાલસ્વરૃપનાં અનંત જીવોને દર્શન થાય એવી મારી પ્રાર્થના છે.

Image result for ભગવાન સ્વામિનારાયણ

ત્યારે બાલમુકુંદ ભગવાને તથાસ્તુ કહ્યું, ત્યારે માર્કણ્યમુનિને સાત કલ્પની દીર્ધ આયુષ્યનું વરદાન આપતાં આઠમાં ચિરંજીવી તરીકે પ્રસિદ્ધ થયા. જેઓ છતાં દેહે આજે પણ છપિયાની ભૂમિ પર દિવ્યરૃપે તપશ્ચર્યા કરે છે.

તેઓ સરયૂપારીના કુલગુરુ તરીકે માર્કેણ્ડમુનિ બન્યા એટલે શ્રી ઘનશ્યામ મહારાજનાં નામકરણ સંસ્કારવિધિ તેઓએ કર્યા હતાં તથા ચૌલવિધિ કર્ણવેદ્ય આદિ જે જે સંસ્કારો થતા તેમાં પૂજા કરવા માર્કેણ્ડમુનિ બન્યા એટલે શ્રી ઘનશ્યામ મહારાજનાં નામકરણ સંસ્કારવિધિ તેઓએ કર્યા હતાં તથા ચૌલવિધિ કર્ણવેદ્ય આદિ જે જે સંસ્કારો થતાં તેમાં પૂજા કરવા માર્કણ્યમુનિ ઉપસ્થિત થતા.

જે જગ્યાએ ધર્મદેવનું ઘર હતું તે ઘરમાં અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પ્રગટ થયા તે ઘરની નીચે ગુફામાં બેસીને એટલે ગુફામાં છુપાઈને (સંતાઈને) દેવો અને દાનવોની ઇર્ષ્યાથી બચવા તપ કર્યુ તે ભૂમિ ‘છુપિયા’ તરીકે ઓળખાવા લાગી. રાજા મહારાજાઓ દેવો-મુનિઓએ માર્કણ્ડમુનિ જ્યાં છુપાયા એટલે કે ‘છપિયા’ તે ભૂમિમાં અન્ય સાધુ મહાત્માઓ અને દેવતાઓએ આવીને નિવાસ કર્યો તે નગર ‘છુપિયા’ તરીકે પ્રસિદ્ધ થયું.

કાળાન્તરે છુપિયામાંથી ‘છપિયા નામે ઓળખાવા લાગ્યું. ગુજરાતીમાં અપ્રભૃંશમાં ‘છપૈયા’ પણ કહે છે. ભારત સરકારના રજીસ્ટરમાં રેલ્વે સ્ટેશનનું નામ ‘ સ્વામિનારાયણ છપિયા’ આજે પણ બોર્ડ લગાવેલું છે.
છપિયાપુરમાં ”નારાયણ સરોવર’નો મહિમા અનાદિથી બહુ જ મોટો છે. માર્કેણ્ડમુનિજી આશ્રમમાં હજારો ગાયોનું પાલન કરતા હતા.

એકવાર કાળ પડવાથી ગાયો અને મનુષ્યો પાણી વિના તરસી મૃત્યુ પામવા લાગી, ત્યારે ભગવાન બાલમુકુંદ નારાયણ રૃપ ધારણ કરી પગના અંગૂઠા વડે ગંગાજી પ્રગટ કર્યા અને ત્યાં સરોવર બની ગયું. ભગવાનના ચરણના અંગૂઠાથી ગંગાજી પધાર્યા એટલે તે સરોવરનું નામ મુનિએ ‘નારાયણ સરોવર’ રાખ્યું.

ગંગાજી પધાર્યા એટલે ભૂમિની આજુબાજુ અન્ય સંતોઋષિયો મુનિઓના સ્થાનકો વધવા લાગ્યા. નારાયણ સરોવરમાં અડસઠ તીર્થનો નિવાસ થયો. ભગવાન શ્રીઘનશ્યામ મહારાજ નારાયણ સરોવરમાં નિત્ય સ્નાન કરતા.

છપિયાપુરને વિષે ભક્તિદેવીએ મનુષ્યાકૃતિ ધારણ કરી હતી. ભક્તિમાતાના દાદા બાલકરામ તિવારી દાદીમાં જીવરાની દેવી હતાં તેઓ પૂર્વજન્મમાં કશ્યપ અને અદિતિ હતા.

Image result for ભગવાન સ્વામિનારાયણ

બાલકરામ તિવારી ”લોનાપાર” ગામે વસતા હતા. એકવાર બન્ને દંપતિ નિવૃત્તિ ધર્મ અંગીકાર કરી સરયૂ કિનારે અવધપુરિમાં શેષજીવન વ્યત્તિત કરવા નીકળ્યા. તેઓના બે પુત્ર હતા. એક કૃષ્ણ શર્મા અને બીજા દુન્દ શર્મા બન્નેનાં લગ્ન કરાવી ઘરની જવાબદારીઓ સુપ્રત કરી અવધપુરી તરફ ”લોનાપાર’ થી નીકળ્યા.

કેટલાક દિવસે અવદ્યપુરી નજીક આવતાં છપિયાપુરને વિષે નારાયણ સરોવરના કિનારે રાત્રિવાસો કર્યો. અખંડ ભગવાનના નામનો જપ કરતાં રાત્રી વિતી રહી હતી, ત્યારે બન્નેને પોતાના પૂર્વ જન્મની સ્મૃતિ થઈ આવી.

દિવ્ય દ્રષ્ટિ બની,ત્રિકાળ જ્ઞાાન સ્ફુરણા થઈ. અનેક શુભ સંકેતો થવા લાગ્યા એટલે જણાયું કે, આ ભૂમિના પ્રતાપે અમોને દિવ્ય અનુભૂતિઓ થાય ચે. એટલે આગળ જવાનું બંધ રાખી નારાયણ સરોવરના કાંઠેજ તપશ્ચર્યા કરવા લાગ્યા.

Image result for ભગવાન સ્વામિનારાયણ

ત્યાં એક પૂર્ણકુટિ બનાવી ભજન જપ તપ કરતાં જીવન વ્યતિત કરવા લાગ્યા.
એક દિવસની પ્રાત : સંધ્યામાં બન્ને દંપતિ ભગવાન નારાયણના નામ જપ કરી રહ્યાં હતાં ત્યારે સાક્ષાત્ ચતુર્ભુજ ભગવાને દર્શન આપ્યાં.

ત્યારે જીવરાની દેવીએ કહ્યું કે ભગવાન અમને મુક્તિ આપો ! ત્યારે ભગવાન શ્રી નારાયણ બોલ્યા કે ! હે દેવી આ સરોવરમાં અમારા ચરણ અંગૂઠા વડે ગંગાજી પ્રગટ થયા છે અને વળી વટપત્રશાયી અમો બાલમુંકુંદ સ્વરૃપે માર્કણ્યમુનિના આશ્રમમાં અખંડ રહીએ છીએ.

Image result for ભગવાન સ્વામિનારાયણ

તમે અન્ય કઈ સ્થળે ન જાશો. અમે સ્વયમ્ અક્ષરધામના અધિપતિ રૃપે તમારા દીકરાની દીકરીના કૂખે સ્વયં મનુષ્યરૃપ ધારણ કરી પ્રગટ થઈશું. આટલું કહીને ભગવાન અદૃશ્ય થયાં. ત્યાર પછી બાલકરામ તિવારી છપિયાને પોતાનું કાયમી વતન બનાવીને રહેવા લાગ્યા અને પોતાના બન્ને પુત્રને પરિવાર સહિત ‘લોનપાર’ થી તોડાવી આખા પરિવારનો છપિયાપુરમાં નિવાસ કરાવ્યો.

Image result for ભગવાન સ્વામિનારાયણ

બાલકરામ અને જીવરાની બન્ને નારાયણ સરોવરના કિનારે તપ કરીને પોતાનું શેષ જીવન વ્યતિત કર્યું તેઓની સ્મૃતિ સ્થાન સરોવરના કિનારે આવેલા છે. ત્યાં અનેક પ્રકારની માનતાઓ રાખવામાં આવે છે.

Image result for ભગવાન સ્વામિનારાયણ

સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ-વિદેશમાં વસ્તા તમામ અનુયાયીઓ પ્રતિક્ષા કરે છે કે અગામી ૪ નવેમ્બર, કારતિક સુદ પૂનમના દિવસે લાખો ભક્તોની ઉપસ્થિતિમાં જન્મ સ્થાન ઉદ્ઘાટન સમારોહનાં દર્શન કરવા આવનાર ભક્તોને માટે ૩૫૦ એકરમાં રહેવા જમવાની તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે તેમાં પાંચ લાખ ભક્તો દેશવિદેશથી આવવાની ધારણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન