Ahmedabad News/ પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન

વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે

Gujarat Ahmedabad

Ahmedabad News : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તહેવારોની સીઝન દરમિયાન તેમની મુસાફરીની માંગને પુરી કરવાના ઉદેશ્યથી અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે.

આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે

• ટ્રેન સંખ્યા 09442/09441 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ [4 ટ્રિપ્સ]

ટ્રેન સંખ્યા 09442 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ મંગળવાર, 16 અને 23 સપ્ટેમ્બર, 2025ના રોજ અમદાવાદથી 21:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06:00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ટ્રેનસંખ્યા 09441 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશ્યલ બુધવાર, 17 અને 24 સપ્ટેમ્બર, 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 22:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:40 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓમાં નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન સંખ્યા 09442 અને 09441 નું બુકિંગ 09 સપ્ટેમ્બર 2025 થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:SC/ST ક્વોટાનો મામલો ગંભીર છે, પરંતુ અનામતનો આદેશ આપી શકાતો નથી; સુપ્રીમ

આ પણ વાંચો:મહિલાઓ, SC/ST અને પછાત વર્ગો માટે મોટી જાહેરાત, 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે

આ પણ વાંચો:હવે SC/ST/OBC/PWDને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પરની નોકરીઓમાં પણ મળશે અનામત