ભવિષ્યવાણીઓ/ AIનું રાજ હશે, માણસો બની જશે નોકર, AI આપણી જિંદગી પર કબજો કરી લેશે

ભવિષ્ય વિશે સૌ કોઈ જાણવા માગે છે. જેને લઈને બાબા વેંગાએ વર્ષો પહેલા ઘણું બધું જણાવી દીધું છે, તો આવો જાણીએ, કેવું રહેવાનું છે આવનારું વર્ષ?

Ajab Gajab News
AI will rule our lives in 2026; Baba Venga

ભવિષ્‍યવક્‍તાઓમાં સૌથી મોટું નામ નાષાોદમસનું માનવામાં આવે છે, તો બીજું મોટું નામ બાબા વેંગાનું છે. જેમને બાલ્‍કનના નાષાોદમસ પણ કહેવાય છે. બુલ્‍ગારિયાના પ્રખ્‍યાત રહસ્‍યવાદી બાબા વેંગાની ભવિષ્‍યવાણી મોટા ભાગે સાચી સાબિત થાય છે. તો આવો જાણીએ 2026 અને તેની આગળના વર્ષો માટે તેમણે કેવી ભવિષ્‍યવાણી કરી છે. બાબા વેંગાનું અસલી નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું અને તેમનો જન્‍મ આજના નોર્થ મેસેડોનિયામાં વર્ષ 1911માં થયો હતો. કહેવાય છે કે નાની ઉંમરમાં જ તેઓ અંધ થઈ ગયા હતા, જે બાદ તેમને ભવિષ્‍ય જોવાની શક્‍તિ મળી ગઈ હતી.

જે રીતે હાલમાં આખી દુનિયા ચાલી રહી છે, તેને જોયા બાદ સૌ કોઈ જાણવા માગે છે કે આખરે તેનો અંત કેવી રીતે થવાનો છે. હવે તેના વિશે સટીક જાણકારી તો આપી શકાય નહીં, પણ દુનિયામાં એવા ઘણા લોકો છે, જે ભવિષ્‍ય જોવાનો દાવો કરે છે. નવાઈ ત્‍યારે લાગે છે, જ્‍યારે તેમની વાતો સાચી સાબિત થાય છે. કંઈક આવું જ બલ્‍ગેરિયન ભવિષ્‍યવક્‍તા બાબા વેંગા સાથે થાય છે. જેમની ભવિષ્‍યવાણીઓ, જ્‍યારે સાચી સાબિત થવા લાગી, તો લોકો તેમના પર વિશ્વાસ કરવા લાગ્‍યા.

2026માં ત્રીજુ વિશ્વ યુદ્ધ શરુ થશે
બાબા વેંગાની ભવિષ્‍યવાણીમાં કહેવાયું હતું કે 2025, અશાંતિનું વર્ષ છે અને તેમાં ખૂબ યુદ્ધ થશે. ખાસ કરીને તેમણે યુરોપમાં જંગ, ભૂકંપ અને પૂર સહિત કેટલીય પ્રાકૃતિક આપદાઓ વિશે કહ્યું હતું. જે સત્‍ય સાબિત થઈ રહી છે. આવી જ રીતે તેમણે ભવિષ્‍યવાણી કરી હતી કે વર્ષ 2026માં ત્રીજુ વિશ્વ યુદ્ધ શરુ થશે. તેમના અનુસાર, દુનિયાની વૈશ્વિક તાકાત એકબીજા સાથે અથડાશે અને તણાવ વધશે. તેમાં ચીનનો તાઈવાન પર કબ્‍જાની કોશિશ અને રશિયા-અમેરિકા વચ્‍ચે ડાયરેક્‍ટ ટકરાવ સામેલ છે, જે અત્‍યાર સુધી થયું નથી. વર્ષ 2026માં આ તાકાતો અથડાશે અને તસવીર મહાવિનાશની બનશે.

આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સનું રાજ હશે
બાબા વેંગાએ પોતાની ભવિષ્‍યવાણીમાં કહ્યું કે, વર્ષ 2026 સુધી આપણી જિંદગીના માલિક આપણે નહીં હોઈએ, પણ આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સનું રાજ હશે. આપણી જિંદગી ટેકનિકના કારણે બદલાઈ જશે અને આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ આપણી જિંદગી પર કબજો કરી લેશે. હાલમાં આપણે તેને આદેશ આપી રહ્યા છીએ, પણ તે આપણને આદેશ આપવાનું શરુ કરી દેશે. એટલું જ નહીં વર્ષ ૨૦૨૭ સુધીમાં એક નવી બીમારી અથવા બાયોલોજિકલ એક્‍સપેરિમેન્‍ટ પ્રયોગ સામે આવશે. જેના કારણે માણસ પોતાની જાતને સુપરહ્યુમન જેવો અનુભવ કરશે. એટલું જ નહીં દુનિયા રાસાયણિક અને જૈવિક યુદ્ધમાં પણ જઈ શકે છે.
_______________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભવિષ્યવાણીઓ/2028 માં માણસનું ભાગ્ય બદલાઈ જશે બાબા વેંગાની સૌથી ખતરનાક ભવિષ્યવાણી

આ પણ વાંચો: Baba Vanga/આવતા વર્ષે પૃથ્વીનો વિનાશ શરૂ થશે! શું કહે છે Baba Vanga ભવિષ્યવાણી?

આ પણ વાંચો: ભવિષ્યવાણીઓ/ભારતમાં આટલા બધા ભૂકંપ કેમ આવી રહ્યાં છે, તેનું કારણ શું છે? શું કહે છે બાબા વેંગાની ભવિષ્યવાણી