પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્ચ્ચે સોમવારે વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઇ. આ મુલાકાત બાદ બંન્ને વચ્ચે દ્વીપક્ષીય બેઠક મળી. આ મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે, આપણે બંન્ને આતંકી સંગઠનનો ખાત્મો કરવા માટે સક્ષમ છીએ. મુલાકાત બદલે ટ્રમ્પે મોદીનો આભાર માન્યો હતો. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ભારત અને અમેરિકાના સંબંધની વાત કહી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત અને અમેરિકા સારા મિત્રો છે. બંન્ને દેશ વચ્ચે સારી એવી મૈત્રી છે. ટ્રમ્પે કહ્યું કે મને ભારત દેશ પ્રત્યે માન છે અને ભારતીયોનું સન્માન કરું છું. ભારત અને અમેરિકાના સંબંધો જે અત્યારે છે તે અગાઉ ક્યારેય ન હતા. ભવિષ્યમાં અમેરિકા સાથેની દોસ્તી ખૂબ સાચી પૂરવાર થશે. દેશના સૌથી મોટા લોકતંત્ર દેશમાંથી આવેલા મોદીનું અમેરિકામાં સ્વાગત છે. તેમનું સન્માન કરતા ગર્વ અનુભવું છું. આજના સોશ્યિલ મીડિયાના યુગમાં મોદી અને ટ્રમ્પ આંતરરાષ્ટ્રિય લીડર્સ છે. મોદીએ ટ્રમ્પની દીકરી ઇવાંકાને અમેરિકન ડેલિગેશન સાથે ભારત પ્રવાસનું આમંત્રણ આપ્યું છે. અને એ આમંત્રણનો ઇવાંકે સ્વીકાર કર્યો છે. તો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમારી સફળ ડીજીટલ પાર્ટનરશીપને મજબુત કરવા માટે પગલા ભરવામાં આવશે. માત્ર શક્યતાઓના ભાગીદાર નથી પણ આવનારા પડકારો અને વર્તમાન સમસ્યાઓ માટે પણ ભાગીદાર છીએ. આ યોજાયેલી બેઠકમાં આતંકવાદ અને વિશ્વમાં ઉભી થયેલી સમસ્યાઓ તેમજ પડકારો અંગે ચર્ચા કરવામાં આવી અને કેટલાક મુદ્દાઓને લઇને સહમતી દર્શાવી. ઇન્ટેલિજન્સ અને તે સંબંધી સૂચનાઓનું આદાન પ્રદાન થશે… આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે ઇવાંકા ભારતના પ્રવાસે આવે એની હું રાહ જોઇ રહ્યો છું. ટ્રમ્પ જે મારી સાથે સમય પસાર કર્યો એ માટે હું તેમનો આભારી રહીશ. બંન્ને દેશના ઇતિહાસમાં વૈશ્વિક નેતા બનેલા મોદી અને ટ્રમ્પની વાતની આગવી રીતે નોઁધ લેવાશે. નીતિમતા, પ્રાથમિકતાઓ, દેશના ચિંતાજનક મુદ્દાઓ અને રસરૂચીઓમાં એક સમાનતા જોવા મળી છે. ભારત અને અમેરિકાના સંબંધો, મુદ્દાઓને લઇને સહકાર ખૂબ મજબુત છે. કારણ કે બંન્ને દેશના નેતા માટે ગ્લોબલ એન્જિન સમાન છે. બંન્ને રાષ્ટ્રનો વિકાસ, સામાજિક વિકાસ અને પ્રગતિ એ મારો હેતુ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આતંકી હુમલાઓ સામે સમાજની સુરક્ષા એ સૌથી મોટી પ્રાથમિકતા છે. આ એક વ્યૂહાત્મક પાર્ટનશીપ છે. માનવીય પ્રયત્નોએ આજે સીમા સ્પર્શ કર્યો છે.
