Gir Somnath News : ગીર સોમનાથમાં ઉના પાલિકા સભ્યના પુત્ર પર જીવલેણ હુમલાને પગલે ચકચાર મચી છે. જેમાં વોર્ડ નં-9ના સભ્ય રાજુ ગોસ્વામીના પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તપાસમાં અગાઉનું મનદુઃખ રાખી હિતેન ગૌસ્વામી પર હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે.
વેરાવળ રોડ પર કાર પાર્ક કરતા હિતેન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા ASIના પુત્ર અને અન્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગીરગઢડા પોલીસમાં ફરજાધીન મહિલા ASIના પુત્ર પર આ હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવક હિતેનને ગંભીર ઈજાઓ પહોચતા ઉના સિવિલ ખસેડાયો હતો.
આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી
આ પણ વાંચો:અમરોલી પોલીસે પાંચ ફલેટમાંથી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરાયો, બેની ધરપકડ
આ પણ વાંચો:લખનૌમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણાની હાલત ગંભીર
