USA News/ વ્હાઇટ હાઉસની પ્રવક્તાની ઉદ્ધતાઈ:પત્રકારે પૂછ્યું, ટ્રમ્પ-પુતિન મુલાકાત માટે જગ્યા કોણે પસંદ કરી?

આ વ્યવસાય માટે વાસ્તવિક પત્રકાર હોવાનો ડોળ કરતા એક્ટિવિસ્ટ કલંક છે.”

World

Usa News : હફિંગ્ટન પોસ્ટના રિપોર્ટર પર સોમવારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આકરા પ્રહાર કર્યા હતા અને તેમને “લેફ્ટ-વિંગ હેક” કહ્યા હતા, કેમ કે પત્રકારે તેમને યુક્રેનમાં યુદ્ધ બંધ કરવા અંગે ચર્ચા કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની આગામી મુલાકાત વિશે સવાલ કર્યો હતો.

આ ચર્ચા ત્યારે વધુ તીવ્ર બની, જ્યારે ટ્રમ્પના ટીકાત્મક કવરેજ માટે જાણીતા સિનિયર પોલિટિકલ રિપોર્ટર એસવી ડિટીઈએ લેવિટને મેસેજ કરીને સવાલ કરતાં પૂછ્યું કે બુડાપેસ્ટમાં યોજાનારી આ મહત્ત્વપૂર્ણ સમિટ માટે આ સ્થળ કોણે પસંદ કર્યું છે?. જવાબ આપતાં લેવિટે કહ્યું- “તારી માએ પસંદ કર્યું.””સંદર્ભ માટે, હફિંગ્ટન પોસ્ટના SV DTE એવા પત્રકાર નથી, જેમને તથ્યોમાં રસ છે, એમ બાદમાં પોતાના જવાબનો સ્ક્રીનશોટ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું.

તે એક ડાબેરી હેકર છે, જે વર્ષોથી સતત રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર પ્રહાર કરે છે અને મારા ફોન પર ડેમોક્રેટિક વાતોનો સતત બોમ્બમારો કરે છે.” તેમણે કહ્યું હતું કે તેઓ વર્ષોથી ટ્રમ્પ પર અવિરત હુમલો કરી રહ્યા છે.તેમણે વધુમાં કહ્યું, “ડેટના ફીડ પર એક નજર નાખો, તે ટ્રમ્પવિરોધી વ્યક્તિગત ડાયરી જેવી લાગે છે. આ વ્યવસાય માટે વાસ્તવિક પત્રકાર હોવાનો ડોળ કરતા એક્ટિવિસ્ટ કલંક છે.”

અમેરિકાએ અગાઉ નિર્ધારિત ટ્રમ્પ-પુતિન શિખર સંમેલનની ચોક્કસ તારીખ કે સ્થાનની પુષ્ટિ કરી નથી, પરંતુ એ આગામી બે અઠવાડિયાંમાં બુડાપેસ્ટમાં યોજાવાની શક્યતા છે. 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં તેમની અગાઉની બેઠક કોઈ નિર્ણય વિના સમાપ્ત થઈ હતી, કારણ કે પુતિને ટ્રમ્પની તાત્કાલિક યુદ્ધવિરામની ઓફરને નકારી કાઢી હતી.ગયા અઠવાડિયે વોશિંગ્ટનમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરનારા યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ તેમની વાતચીતને સકારાત્મક ગણાવી અને કહ્યું કે મુલાકાત બાદ યુક્રેન હવે 25 પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ માટે કરાર તૈયાર કરી રહ્યું છે.

ટ્રમ્પ અને તેમની ટીમ સાથે બે કલાકથી વધુ સમય સુધી ચાલી રહેલી અનેક ચર્ચાઓ પછી મને લાગે છે કે તેમનો મેસેજ સકારાત્મક છે કે આપણે જ્યાં આગળની લાઈનમાં છીએ ત્યાં જ ઊભા છીએ., એમ ઝેલેન્સ્કીએ કહ્યું- “”કેરોલિન લેવિટે સેન્ટ એન્સેલમ કોલેજમાં રાજનીતિ અને કોમ્યુનિકેશનમાં અભ્યાસ કર્યો છે, જ્યાં તેણે અખબાર માટે લખ્યું અને બ્રોડકાસ્ટિંગ ક્લબ શરૂ કરી. 2016માં કોલેજમાં હતી ત્યારે કેરોલિન લેવિટ ટ્રમ્પને સમર્થન આપતા તેમના માટે લેખો લખ્યા હતા. 2019માં સ્નાતક થયા પછી તે વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ કાર્યાલયમાં ઇન્ટર્ન બની, પછી સહાયક પ્રેસ સચિવ બની.

ટ્રમ્પની 2020માં હાર પછી તે ન્યૂયોર્ક કોંગ્રેસવુમન એલિસ સ્ટેફનિક માટે કોમ્યુનિકેશન ડિરેક્ટર બની હતી. 2024માં તે ટ્રમ્પના ચૂંટણીપ્રચારમાં તેમની રાષ્ટ્રીય પ્રેસ સચિવ તરીકે જોડાઈ.પોતાનાથી 32 વર્ષ મોટા બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: World News/ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો પછી તેણે ભારે ટેરિફ ચૂકવવા પડશે: ડોનાલ્ડ ટ્રમ્પ

આ પણ વાંચો: World News/રશિયા-યુક્રેન યુદ્ધમાં પુતિન યુદ્ધ બંધ કરવા તૈયાર, પણ,,,

આ પણ વાંચો: World News/ટ્રમ્પે ફરી એક વાહિયાત ટિપ્પણી કરી, કહ્યું કે ભારત ટૂંક સમયમાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું