જીએસટી નાબૂદી માટે ટેક્સટાઇલ માર્કેટની લડાઇથી ટ્રેડર્સમાં દિવસે દિવસે રોષ વધી રહ્યો છે. સુરત ટેક્સટાઇલના ટ્રેડર્સે અઠવાડિયાની વ્યૂહરચના ઘડી આંદોલનને પરિણામ ન મળે ત્યાં સુધી ચલાવવા રણટંકાર કર્યો છે.વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવવાનું હોવાથી પોલીસના ઘાડા ઉતારવામાં આવ્યા છે. જેમાં આજે પહેલીવાર રમખાણો માટે તૈયાર કરવામાં આવેલા જેકેટ સાથે કાપડ માર્કેટમાં ફોર્સ ઉતારવામાં આવી છે. પથ્થરમારા બાદ આ જેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.શહેરની 165 માર્કેટ જીએસટીના વિરોધમાં બંધ પાળી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા વેપારીઓ પર પોલીસના લાઠીચાર્જ બાદ પથ્થરમારો થયો હતો. જેજે માર્કેટ સામે આવેલી બ્રિજ નીચે ભજન કિર્તન ચાલી રહ્યા છે. જેથી કોઈ કાંકરીચાળો થવાની એંધાણથી પોલીસ સતર્ક થઈ ગઈ છે. અને કોમી રાઈટ્સ માટે તૈયાર કરવામાં આવેલી જેકેટ સાથે લોકલ પોલીસ ફોર્સ તૈનાત કરી દેવમાં આવી છે.
Not Set/
સુરતના કાપડ માર્કેટમાં પથ્થરમારા બાદ જેકેટ સાથેની ફોર્સ તેનાત
જીએસટી નાબૂદી માટે ટેક્સટાઇલ માર્કેટની લડાઇથી ટ્રેડર્સમાં દિવસે દિવસે રોષ વધી રહ્યો છે. સુરત ટેક્સટાઇલના ટ્રેડર્સે અઠવાડિયાની વ્યૂહરચના ઘડી આંદોલનને પરિણામ ન મળે ત્યાં સુધી ચલાવવા રણટંકાર કર્યો છે.વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવવાનું હોવાથી પોલીસના ઘાડા ઉતારવામાં આવ્યા છે. જેમાં આજે પહેલીવાર રમખાણો માટે તૈયાર કરવામાં આવેલા જેકેટ સાથે કાપડ માર્કેટમાં ફોર્સ ઉતારવામાં […]
