National News/ બોલીવુડ Singer સચિન સંઘવી પર જાતીય શોષણનો આરોપ, પોલીસે કરી ધરપકડ

ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી

India

National News : બોલીવુડ ગાયક અને સંગીતકાર સચિન સંઘવીએ એક યુવતીને સંગીત આલ્બમમાં કામ કરવા અને લગ્નનો વાયદો કરીને કથિત રીતે જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. એક અધિકારીના જણાવ્યા અનુસાર અનેક ફિલ્મોમાં હિટ ગીતોથી મશહૂર સંઘવીને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

તેમણે એમ પણ કહ્યુ કે, ફરિયાદીએ દાવો કર્યો હતો કે તે ફેબ્રુઆરી 2024 માં સંઘવીના સંપર્કમાં આવી હતી અને ગાયકે તેને ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ મોકલ્યો હતો.અધિકારીએ જણાવ્યુ કે ગાયક-સંગીતકારે કથિત રીતે પોતાના સંગીત આલ્બમમાં તક આપવાનો દાવો કર્યો હતો અને બંનેએ એક બીજાનો ફોન નંબર આપ્યો હતો. તેમણે આગળ જણાવ્યુ કે યુવતીનો આરોપ છે કે સંઘવીએ પોતાના સ્ટુડિયોમાં બોલાવી અને લગ્નનો પ્રસ્તાવ આપીને અનેક વખત જાતીય શોષણ કર્યુ. તેમણે બતાવ્યુ કે તપાસ બાદ ગાયકની ધરપકડ કરવામાં આવી.

બોલીવુડના પોપ્યુલર કંપોઝરમાંથી સચિન સંઘવી એક છે અને 84થી વધારે ફિલ્મોમાં પોતાનુ સંગીત આપી ચૂક્યા છે. સચિને હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ થામામાં પણ સંગીત આપ્યુ છે. આ સાથે જ પરમ સુંદરીમાં પણ મ્યુઝિક આપ્યુ છે. આ પહેલાં પણ રાજકુમાર રાવની ફિલ્મ માલિકમાં પણ મ્યુઝિક ડાયરેક્ટરનુ કામ કર્યુ હતુ.

સચિનના સ્ત્રી 2ના ગીતોમાં પણ ખૂબ જ વખાણ થયા છે. સચીન બોલીવુડના સુપરહિટ સિંગર્સમાંથી એક છે અને અત્યાર સુધી ઘણી પ્રશંસા મળી છે.હવે સચિન હાલમાં જ એક છોકરીને લગ્નની લાલચ આપીને તેના પર જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બજારમાં ત્રણ નકલી દવા વેચાઈ રહી છે : કેલ્શિયમ-વિટામીન ડી સહિત 56 દવાઓની ગુણવત્તા ખરાબ

આ પણ વાંચો:પેરાસીટામોલ સહિત અનેક નકલી દવા વેચવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો:ભારતમાં દરેક ચોથી દવા નકલી, તેલંગાણામાં કરોડોની કિંમતની નકલી દવાઓ જપ્ત…