New Delhi News/ દેવાંમાં ડૂબ્યા અદાણી તો LICએ 33,000 કરોડનું રોકાણ કર્યું!:કોંગ્રેસે અમેરિકન મીડિયા રિપોર્ટના આધારે દાવો કર્યો

25 જાન્યુઆરી સુધીમાં ગ્રુપના શેરનું બજારમૂલ્ય આશરે $12 બિલિયન (આશરે ₹1 લાખ કરોડ) ઘટી ગયું હતું,

Top Stories India

New Delhi News : અદાણી ગ્રુપમાં $3.9 બિલિયન અથવા આશરે ₹33,000 કરોડનું રોકાણ કરવાનો ભારતીય જીવન વીમા નિગમ (LIC) પર આરોપ છે. યુએસ મીડિયા રિપોર્ટને ટાંકીને કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું હતું કે વીમા કંપનીએ 2025ની શરૂઆતમાં અદાણી ગ્રુપને ફાયદો પહોંચાડવા માટે આ રોકાણ કર્યું હતું. પાર્ટીનો આરોપ છે કે ગ્રાહકોની મહેનતથી કમાયેલા પૈસાનો દુરુપયોગ થયો હતો. કોંગ્રેસ પાર્ટીએ સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટી (PAC) દ્વારા તપાસની માગ કરી છે.

આ દરમિયાન ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા એક અહેવાલ પોસ્ટ કર્યો હતો, જે મુજબ કેન્દ્ર સરકાર અને LICએ અદાણી ગ્રુપમાં રોકાણ કર્યું હતું. જ્યારે ગૌતમ અદાણી આ વર્ષની શરૂઆતમાં ભારે દેવાંમાં ડૂબેલા હતા અને યુએસમાં લાંચના આરોપોનો સામનો કરી રહ્યા હતા.

LICએ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને નકારી કાઢ્યો છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તેનાં તમામ રોકાણો સંપૂર્ણ પ્રામાણિકતા અને કાળજીપૂર્વક તપાસ સાથે કરવામાં આવે છે. LICએ કહ્યું હતું કે રિપોર્ટમાં જણાવવામાં આવેલા કોઈપણ એવા ડોક્યુમેન્ટ કે પ્લાનને LICએ ક્યારેય તૈયાર નથી કર્યો, જે LICના અદાણી ગ્રુપમાં રોકાણના પ્લાનને જણાવતું હોય.

કંપનીએ કહ્યું હતું કે આ રિપોર્ટ LICની મજબૂત અને સ્વચ્છ નિર્ણય લેવાની પ્રક્રિયાને નુકસાન પહોંચાડવા, કંપનીની સારી છાપને કલંકિત કરવા અને ભારતના મજબૂત નાણાકીય ક્ષેત્રના પાયાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી બહાર પાડવામાં આવ્યો છે.જયરામ રમેશે કહ્યું, “આ કૌભાંડ ખૂબ મોટું છે, એમાં ઘણી બધી બાબતો સામેલ છે…”

સરકારી એજન્સીઓનો દુરુપયોગ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને આવકવેરા વિભાગનો ઉપયોગ અન્ય ખાનગી કંપનીઓ પર તેમની સંપત્તિઓ ઓછા ભાવે અદાણી ગ્રુપને વેચવા માટે દબાણ કરવા માટે કરવામાં આવ્યો હતો.સંપત્તિનું અયોગ્ય ખાનગીકરણ: એરપોર્ટ અને બંદરો જેવી મહત્ત્વપૂર્ણ સંપત્તિઓ ફક્ત અદાણી જૂથને ફાયદો પહોંચાડવા માટે વેચવામાં આવી હતી. આમાં ગોટાળો થયો.

વિદેશી સોદાઓમાં મદદ: ભારતની કૂટનીતિનો ઉપયોગ કરીને પાડોશી દેશોમાં અદાણીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા, જેમ કે બાંગ્લાદેશ અને શ્રીલંકા કોલસાના ફુગાવાનો ખેલ: અદાણી ગ્રુપે શેલ કંપનીઓ દ્વારા ઊંચી કિંમતનો કોલસો આયાત કર્યો. આ મની લોન્ડરિંગ નેટવર્કનો એક ભાગ હતો, જેના કારણે ગુજરાતમાં અદાણી પાવર પ્લાન્ટમાંથી વીજળીના ભાવમાં વધારો થયો.

ચૂંટણી પહેલાં વીજળીના સોદા: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં અદાણીને ખૂબ જ ઊંચા ભાવે વીજળી પુરવઠાના કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા હતા અને તાજેતરમાં બિહારમાં, જ્યાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં પાવર પ્લાન્ટ માટે જમીન માત્ર 1 રૂપિયા પ્રતિ એકરના ભાવે ફાળવવામાં આવી હતી.
ગૌતમ અદાણી સાથે સંબંધિત વિવાદ…

પહેલો વિવાદ: હિન્ડનબર્ગ રિસર્ચે મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો : આ જાન્યુઆરી 2023ની વાત છે. ગૌતમ અદાણીની મુખ્ય કંપની, અદાણી એન્ટરપ્રાઇઝે ₹20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગની જાહેરાત કરી હતી. આ ઓફર 27 જાન્યુઆરી, 2023ના રોજ ખૂલવાની હતી, જોકે એ પહેલાં 24 જાન્યુઆરી, 2023ના રોજ હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સામે મની લોન્ડરિંગ અને શેર હેરાફેરીનો આરોપ લગાવતો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો.

25 જાન્યુઆરી સુધીમાં ગ્રુપના શેરનું બજારમૂલ્ય આશરે $12 બિલિયન (આશરે ₹1 લાખ કરોડ) ઘટી ગયું હતું, જોકે અદાણીએ કોઈપણ ગેરરીતિના આરોપોને નકારી કાઢ્યા હતા. પરિણામે, અદાણી ગ્રુપે તેની ₹20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ પણ રદ કરી દીધી. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે છ સભ્યોની સમિતિની રચના કરી અને સેબીએ પણ આ મામલાની તપાસ કરી.

“કોર્ટનો નિર્ણય દર્શાવે છે કે સત્યનો વિજય થયો છે,કોર્ટના નિર્ણય બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આમ કહ્યું હતું.. સત્યમેવ જયતે. અમારી સાથે ઊભા રહેલા લોકોનો હું આભારી છું. ભારતની વિકાસગાથામાં અમારું યોગદાન ચાલુ રહેશે. જય હિંદ.”બીજો વિવાદ: આ વર્ષની શરૂઆતમાં ઓછા ગ્રેડના કોલસાને ઉચ્ચ ગ્રેડ તરીકે વેચવાના આરોપો ફાઇનાન્શિયલ ટાઇમ્સે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટના અહેવાલને ટાંકીને દાવો કર્યો હતો કે જાન્યુઆરી 2014માં અદાણી ગ્રુપે ઇન્ડોનેશિયન કંપની પાસેથી ‘નીચા-ગ્રેડ’ કોલસો $28 (લગભગ રૂ. 2,360) પ્રતિ ટન કિંમતે ખરીદ્યો હતો.

રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ શિપમેન્ટ તામિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપની (TANGEDCO)ને ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસા તરીકે $91.91 (લગભગ રૂ. 7,750) પ્રતિ ટન સરેરાશ ભાવે વેચવામાં આવ્યું હતું.

અદાણી ગ્રુપ પર અગાઉ કોલસાના આયાત બિલના દુરુપયોગનો આરોપ મૂકવામાં આવ્યો હતો.ફાઇનાન્શિયલ ટાઇમ્સે એક અહેવાલમાં આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રુપ ઇન્ડોનેશિયાથી ઓછા ભાવે કોલસો આયાત કરે છે અને ઊંચા ભાવ દર્શાવવા માટે બિલમાં હેરાફેરી કરે છે. પરિણામે, ગ્રુપે ગ્રાહકોને કોલસાથી ઉત્પન્ન થતી વીજળી ઊંચા ભાવે વેચી.

ફાઇનાન્શિયલ ટાઇમ્સે 2019 અને 2021 વચ્ચેના 32 મહિનાના સમયગાળામાં અદાણી ગ્રુપ દ્વારા ઇન્ડોનેશિયાથી ભારતમાં આયાત કરાયેલા કોલસાના 30 શિપમેન્ટની તપાસ કરી. આ તમામ શિપમેન્ટના આયાત રેકોર્ડમાં નિકાસ ઘોષણાઓ કરતાં વધુ કિંમતો દર્શાવવામાં આવી હતી. વધારો કરાયેલી રકમ આશરે ₹582 કરોડ હતી.

અદાણી એશિયાની બીજી સૌથી ધનિક વ્યક્તિ છે ગૌતમ અદાણી એશિયાની બીજી સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ ₹6.22 લાખ કરોડ હોવાનો અંદાજ છે. અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 27મા ક્રમે છે. અદાણી ગ્રુપનું સામ્રાજ્ય કોલસાના વેપાર, ખાણકામ, લોજિસ્ટિક્સ, વીજ ઉત્પાદન, સિમેન્ટ ઉદ્યોગ અને વિતરણમાં ફેલાયેલું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bihar News/સમસ્તીપુરમાં ચૂંટણી રેલીમાં પીએમ મોદીનો આરજેડી પર એક નવી રીતે પ્રહાર

આ પણ વાંચો: uttarpradesh news/યુપીમાં મદરેસાએ વિદ્યાર્થીની પાસેથી વર્જિનિટી સર્ટિફિકેટ માંગ્યું: કહ્યું કે તે તેના પિતા સાથે એકલી હતી, મેડિકલ કરાવો

આ પણ વાંચો: New Delhi News/OLA-UBER જેવી પહેલી સરકારી કેબ, ભારત ટેક્સી લોન્ચ:દરેક રાઇડની 100% કમાણી ડ્રાઇવરોને મળશે