Gandhinagar News: મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ના ખેલાડી વડોદરાના રાધા યાદવે (Cricketer, Vadodara) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel) સાથે ગાંધીનગર (Gandhinagar)માં શુભેચ્છા મુલાકાત કરી હતી.

રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલ રાઉન્ડર (All Rounder) તરીકે સમાવેશ થયેલો હતો.
તેમણે 2018માં દક્ષિણ આફ્રિકા (South Africa) મહિલા ટીમ સામેની ભારતીય મહિલા ટીમ (Indian Women Team)માં પહેલીવાર સ્થાન મેળવીને 20-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ
(20-20 International Cricket) ક્ષેત્રે પદાર્પણ કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધા યાદવ (Radha Yadav)નું શાલ ઓઢાડીને બહુમાન કરતાં મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી.
આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ભારત એશિયા કપ ફાઇનલમાં દમદાર પ્રવેશ, બાંગ્લાદેશને 41 રને હરાવ્યું, નવ બેટ્સમેનોએ બે આંકડામાં રન બનાવ્યા………
આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ નવી વખત એશિયા કપની ફાઈનલમાં, સેમીફાઈનલમાં બાંગ્લાદેશને આપી જોરદાર હાર
આ પણ વાંચો: સેમીફાઈનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બાંગ્લાદેશ સામે થશે જોરદાર ટક્કર
