Surat News/ સુરતમાં BLOની તકલીફોનો આવ્યો નીવેડો, દરેકને આપવામાં આવ્યો રિઝર્વ BLO

સુરતમાં જિલ્લા કલેક્ટરેBLOને લગતી સમસ્યાની વાત સાંભળી હતી અને તેના ઉકેલ તરીકે હવે સુરતમાં દરેક BLOને રિઝર્વ બીએલઓ આપવામાં આવ્યો છે, જેથી તેના પર કામનું ભારણ ન રહે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: તાજેતરમાં ચૂંટણીપંચે મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેને લઈને રાજ્યમાં શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામના બોજાના લીધે બે શિક્ષક બીએલઓએ આત્મહત્યા કરી હતી. આના કારણે તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘે તો કામગીરીના જ બહિષ્કારની વાત કરી છે. આના પગલે સુરતમાં સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. સુરતમાં જિલ્લા કલેક્ટરેBLOને લગતી સમસ્યાની વાત સાંભળી હતી અને તેના ઉકેલ તરીકે હવે સુરતમાં દરેક BLOને રિઝર્વ બીએલઓ આપવામાં આવ્યો છે, જેથી તેના પર કામનું ભારણ ન રહે.

સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ બાબતોને લઈને સંકલનની વાત કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો અને જિલ્લા કલેક્ટરના અધિકારીઓ પણ હાજર હતા. બેઠકમાં ધારાસભ્યોએ તરફથી BLO ની કામગીરી અંગે ચર્ચા અને રજૂઆત કરવામાં આવી હતી. તેમા જુદાં-જુદાં ધારાસભ્યોએ પાલિકા અને મેટ્રો તથા જીપીસીબી સંલગ્ન ચર્ચા કરી હતી. આ બેઠકનો મુખ્યત્વે બીએલઓની કામગીરીનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. ધારાસભ્યોએ જણાવ્યું હતું કે BLO પર ખૂબ જ દબાણ છે અને તેમણે નોકરીની સાથે-સાથે આ કામગીરી કરવાની હોવાથી તકલીફ વધી જાય છે.

બીએલઓને મદદરૂપ થવા માટે પાલિકાનો બે હજાર જેટલો સ્ટાફ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અલગથી વોલેન્ટિયર્સની પણ ફાળવણી કરવામાં આવી છે. BLO ને તેઓની ફરજમાં આવતી જ કામગીરી સોંપવામાં આવી છે. તેમને વધારાની કોઈ કામગીરી સોંપવામાં આવી નથી. ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે બીએલઓ પાસે મોડી રાત સુધી BLO પાસે વધારાની કામગીરી કરાવવામાં આવે છે. આ ઉપરાંત બીએલઓના પણ પ્રશ્નો હતા તેને સાંભળીને તેના જ ઉકેલ લાવવામાં આવ્યા છે. આમ ધારાસભ્યોએ બીએલઓની તકલીફો અને તેમને લગતી સમસ્યાની રજૂઆત કરી હતી. આમ છતાં પણ ધારાસભ્યોએ બીએલઓ પર ખૂબ જ બોજો પડે છે તો તેના ઉકેલ તરીકે કલેક્ટરે જણાવ્યું હતું કે દરેક BLO માટે રિઝર્વ BLO આપીને આ સમસ્યાનો નીવેડો લાવવામાં આવ્યો છે, જેથી બીએલઓ પર બોજો ન આપે.

તેમા પણ કલેક્ટરે વિધાનસભા મતવિસ્તાર દીઠ ધારાસભ્યોની રજૂઆત સાંભળી હતી. તેના પગલે જ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ધારાસભ્યોએ પાલિકા, જીપીસીબીને લગતી કેટલીક સમસ્યાઓની વાત કરી હતી. આ ઉપરાંત ચૂંટણીપંચ તરફથી ચાલતી કામગીરીની સમસ્યા અંગે પણ રજૂઆત હતી. આ સિવાય નબળી કામગીરી કરનારા બીએલઓને નોટિસ પણ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈ વિસ્તારમાં હજારો મતદાર હોય, પરંતુ બીએલઓ માંડ પંદરથી વીસ હજાર ફોર્મની કામગીરી કરે તો તેને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

તેમનું કહેવું છે કે સુરત સહિત જિલ્લામાં 48 લાખ મતદારો છે. તેની સામે અત્યાર સુધી મતદારયાદી સુધારણાની 25 ટકા કામગીરી જ પૂરી થઈ છે. આમ 10થી 15 ટકા જ ફિઝિકલ કામગીરી કરવામાં આવી છે. તેની સામે ધારાસભ્યોને પણ જણાવવામાં આવ્યું હતું કે બીએલઓ પર વધારાનો બોજો ખડકાયો નથી. તાજેતરમાં જ બીએલઓ સાથે સંલગ્ન ઘટના બની તે રાજ્યમાં બનેલી છૂટીછવાઈ ઘટના હતી, આને ધ્યાનમાં રાખીને હવે તેઓ પર કોઈ બોજો ન આવે તે સુનિશ્ચિત કરવાનું નક્કી કરાયું છે. અમે ચૂંટણીપંચે આપેલી સૂચના મુજબ જ કામગીરી કરી રહ્યા છીએ. વધારાની કોઈ કામગીરી બીએલઓ પાસે કરાવવામાં આવી રહી નથી, એમ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ જણાવ્યું હતું. લોકો ને સરળતા રહે અને BLO ની પણ સરળ કામગીરી રહે તે અંગે ચર્ચા કરવી જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Surat News/સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા

આ પણ વાંચો: શ્વાનનો આતંક/SURAT: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો: Surat News/સુરતમાં કરોડોનું સોનું ઝડ્પાયું, 2 આરોપીની ધરપકડ