Banaskatha news/ બનાસકાંઠામાં 110 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઇસમો 4 ઝડપાયા

SMCની ટીમે ગુપ્ત માહિતીના આધારે ચિત્રાસણી હાઇવે નજીક આવેલી એક ખાનગી હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડી રાજસ્થાનના ચાર શખ્સોને 110 ગ્રામ MD ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

Top Stories Gujarat Breaking News

Banaskatha News:બનાસકાંઠામાં ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી કરનાર લોકોને પોલીસે દબોચ્યા છે. સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની પાલનપુર ટીમે ગુપ્ત માહિતીના આધારે ચિત્રાસણી હાઇવે નજીક આવેલી એક ખાનગી હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડી રાજસ્થાનના ચાર શખ્સોને 110 ગ્રામ મેથામ્ફેટામાઇન (MD ડ્રગ્સ) સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹11.05 લાખ આંકવામાં આવી છે.ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ રાજસ્થાનના વતની છે.આ ચારેય આરોપીઓ રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા હતા અને તેને અહીંથી આગળ ડિલિવર કરવાનું આયોજન હતું.

ખાનગી હોટલના કમાઉન્ડમાંથી ચારેય ઝડપાયા

SMCને ગુપ્ત માહિતી મળી હતી કે રાજસ્થાનથી 100 ગ્રામથી વધુ MDનો જથ્થો લઈને ચાર વ્યક્તિઓ ચિત્રાસણીની એક હોટલમાં રોકાયા છે. ટીમે હોટલના કમ્પાઉન્ડમાં દબાણ ગોઠવી દીધું હતું. રાત્રે આરોપીઓ જ્યારે કારમાંથી ડ્રગ્સનો જથ્થો કાઢી રહ્યા હતા, ત્યારે SMCએ ઘેરો કરી ચારેયને રંગેહાથ પકડી પાડ્યા હતા.આ ઘટના એક મહિનામાં બનાસકાંઠામાં MD ડ્રગ્સની તસ્કરીનો ત્રીજો મોટો કેસ છે.આ તમામ કેસમાં રાજસ્થાની આરોપીઓની સંડોવણી સામે આવી છે.

થોડા સમય પહેલા સુરત પોલીસ SOGને ગોદાદરા વિસ્તારની એક હોટલમાં ડ્રગ્સનો (MD Drugs) વેપાર થઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.આ માહિતીના આધારે કાર્યવાહી કરતા,પોલીસે તાત્કાલિક હોટલ (Hotel) પર દરોડો પાડ્યો અને 25.3 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે કિંમત ₹2.53 લાખ હતી. દરોડા દરમિયાન, રાજસ્થાનના પાલીના રહેવાસી, આકિબ અને દિનેશ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું, તેલનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો

આ પણ વાંચો:ગુજરાતમાં કોડવર્ડથી ગાંજાની ડીલ થાઇલેન્ડ વાયા કોલકાતાથી સપ્લાય થતા ડ્રગ્સનો ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ

આ પણ વાંચો:બનાસકાંઠાના થરાદમાં તસ્કરોનો ત્રાસ, બે બંધ મકાનના તાળા તૂટ્યાં