Vadodara News : ગયા જુલાઇ મહિનામાં વડોદરા જિલ્લામાં મહી નદી ઉપર આવેલ ગંભીરા બ્રિજ નો એક ગાળો ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી. આ ક્ષતિગ્રસ્ત પુલના બાજુમાં નવીન પુલ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમ્યાન પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. અંતે દિવસ-રાત સ્થળ પર કામ ચાલુ રાખી હાલમાં નવીન પુલની 22% કામગીરી પૂર્ણ કરવામાંઆવી છે.
ગંભીરા બ્રિજ ના
નવીન પુલ નિર્માણના સમયગાળા દરમ્યાન પાદરા તથા બોરસદ વિસ્તારમાં સ્થાપિત વિવિધ ઔદ્યોગિક એકમો ખાતે રોજગારી અર્થે અવર-જવર કરતાં પ્રજાજનોની મુસાફરીમાં ડાયવર્ઝનના કારણે પડતી મુશ્કેલીના નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલનું વિસ્તૃત નિરીક્ષણ તથા પરીક્ષણ હાથ ધરી સ્ટીલ બ્રિજની વૈક્લ્પિક વ્યવસ્થાથી વાહન વ્યવહાર પુન:સ્થપિત રજૂઆત કરવામાં આવી હતી.
તેને અનુલક્ષીને કેબીનેટ મંત્રી રમણભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ રજુઆત અન્વયે તા.18.11.2025થી રૂ.9.12 કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પુલ પર નવિનત્તમ સ્ટીલ બ્રિજ તથા પુલના અન્ય ગાળાઓમાં જરૂરી સમારકામગીરી હાથ ધરવા માટે મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
કેબીનેટ મંત્રીએ રાજ્ય સરકાર પ્રજાને પડતી તકલીફ નિવારવા સંવેદનશીલ અને કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે. આ મંજુર થયેલ કામગીરી તાકીદના ધોરણે પૂર્ણ કરાવી પુલને રાહદારીઓ અને ટુ-વ્હીલર વાહનોના વાહનવ્યવહાર માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
આમ, આ કામગીરી પૂર્ણ થયેથી રસ્તા પરથી પસાર થતાં વડોદરા જિલ્લા તથા આણંદ જિલ્લાના મુસાફરોને રાહત થશે.
આ પણ વાંચો:વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20નાં મોત, બે હજી પણ ગુમ
આ પણ વાંચો:વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના પર ભાજપ નેતા ભુલ્યા ભાન, પૂલ તૂટવાની ઘટનાને ગણાવી કુદરતી
આ પણ વાંચો:ગંભીરા બ્રિજની ઘટના બાદ વડોદરામાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક
