Anand News/ આણંદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સંગઠન નવી નિયુક્ત માટે મિટિંગનું આયોજન કરાયું

ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને લીધે યુવાનોને નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે

Gujarat Others
મહિલા દરેક શ્રેત્ર માં આગળ વધે તે માટે અનુરોધ કરવામાં આવ્યો

Anand News : આજ રોજ આણંદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સંગઠન નવી નિયુક્ત માટે મિટિંગ આયોજન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  ગીતાબેન પટેલ ની ખાસ ઉપસ્થિતિ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢિયારની હાજરી માં આણંદ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે શ્રીમતી રજનીકુમારી ભૃગુરાજસિંહ ચૌહાણ ની નિમણુંક કરવામાં આવી. આ પ્રસંગે મહિલા સંગઠન વધુ મજબૂત બનાવવા માટે તેમજ મહિલા દરેક શ્રેત્ર માં આગળ વધે તે માટે અનુરોધ કરવામાં આવ્યો.

હાલમાં રોજબરોજના જીવન જરૂરી વસ્તુઓ જેવી કે અનાજ, તેલ, દાળ, શાકભાજી, પેટ્રોલ-ડીઝલ અને અન્ય ઉપભોક્તા સામાનના ભાવોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારીના વધતા બોજાને કારણે સામાન્ય લોકો, મધ્યમવર્ગ અને ગરીબ વર્ગને મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલની સ્થિતિમાં માનવજીવન પર ગંભીર પ્રભાવ પડી રહ્યો છે

1. ઘરખર્ચ ચલાવવા મુશ્કેલી ઊભી થઈ રહી છે,
2. નોકરીયાત વર્ગ પર બોજો વધી રહ્યો છે,
3. નાના વ્યવસાય ચાલતમાં અવરોધ આવી રહ્યો છે,
4. ગરીબ પરિવારનું જીવન અતિ કઠિન બન્યું

બજારમાં જરૂરી વસ્તુઓના ભાવ પર અસરકારક નિયંત્રણ લાવવા,કાળા બજાર તથા જથ્થાબંધ સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવા, ગરીબ અને મધ્યમ વર્ગ માટે રાહત યોજના અમલમાં મૂકવા,સરકારી ભાવ નિરીક્ષણ મંડળને સક્રિય કરવા જેવા તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી સામાન્ય નાગરિકોને રાહત મળે.

ગુજરાતએ ગાંધીજીના મુલ્યો અને વિચારોએ હંમેશા વરેલું રહ્યું છે. મહાત્મા ગાંધીજીની દારૂબંધીની હાલકને પગલે ગુજરાતમાં નશાખોરીને નાથવા સ્થાપના કાળથી જ તત્કાલીન સરકારએ કડક કાયદાકીય જોગવાઓ કરી હતી. ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને લીધે યુવાનોને નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ગુજરાત દારૂ-ડ્રગ્સનું પ્રવેશ દ્વારા તો બન્યું જ છે પરતું હવે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે તે અત્યંત ચિંતાજનક બાબત છે.ગુજરાત દરરોજ ક્યાંકથી લાખો રૂપિયાના ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.

ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર અને હેરાફેરી બેરોકટોક થઇ રહ્યો છે. પુ.મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ સરળતાથી દારૂ મળી જાય છે. જેટલો દારૂનો જથ્થો પકડાય છે તેના કરતાં સો ઘણી ઘૂસણખોરી થાય છે. રાજ્યમાં દારૂ પકડાવવો એ સામાન્ય બાબત થઇ ગઇ છે. હવે ગુજરાતનો દરિયો કિનારો અને મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે. સામાન્ય બાબત બની રહી છે

છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન છે. ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડ્યું છે. ‘ઉડતા ગુજરાત’ એ ભાજપની ‘ગીફ્ટ’ છે. બેફામ દારૂ-ડ્રગ્સની નશાખોરીને પગલે મહિલા પર અત્યાચારોની ઘટનાઓમાં મોટાપાયે વધારો થયો છે. ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્ર્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે.

પકડાયેલા ડ્રગ્સની માત્રા હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નથી. પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કીલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા હતા. વર્ષ 2020-24 એમ ચાર વર્ષમાં 16,000કરોડ પકડાયાના 19 કિસ્સાઓ બન્યા છે પરતું તેમાં એક પણ વ્યક્તિને સજા થઇ નથી જે ગંભીર બાબત છે. નશામુક્તિ અભીયાન, અવેરનેસ એક્ટીવીટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી ૭૫થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે.

દારૂ અને ડ્રગ્સને કારણે ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે, યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. ત્યારે જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદ જીલ્લાનાં શિવપુર ગામનાં સ્થાનિક મહિલાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાને રજૂઆત કરવામાં આવી.  અમિત ચાવડાજીની સુચનાથી થરાદમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સ્થાનિક પોલીસ મથકએ રજૂઆત કરી હતી. શિવપુર ગામની શાળાની બાજુમાં જ ખુલ્લે આમ દારૂ-ડ્રગ્સનું સેવન થાય. મહિલાઓની વારંવાર રજૂઆત બાદ પણ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. તંત્ર પાસે જવાબ માંગવાને બદલે ભાજપ સરકાર બુટલેગરોને બચાવવા-સાચવવા વકીલાત કરી રહી હોય તેમ લાગે છે.

‘રાજ્યમાં બુટલેગરો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારો હપ્તો છેક ગાંધીનગર સુધી જાય છે, અમારું કોઈ કઈ બગાડી નહીં શકે તેવી શેખી મારે છે’ ‘જેલમાંથી પત્ર લખે છે કે ભાજપના ધારાસભ્ય દારૂનાં ધંધામાં ભાગીદાર છે અને દારૂના ધંધાના હિસાબ પેટે નાણાંની ઉઘરાણી કરે છે’ આ ભાજપ સરકારની વહીવટ વાસ્તવિકતા છે. રાજ્યમાં અનેક જગ્યાએ ચાલતા દારૂ –ડ્રગ્સનાં વેપલામાં ભાજપના મોટા માથા ક્યાંકને કયાંક સંડોવાયેલ હોય તેવું અનેક વખત સામે આવી ચુક્યું છે. ત્યારે તેમની ગભરામણ સ્વાભાવિક છે.

કોંગ્રેસ પક્ષ તમામ ઇમાનદાર-નિષ્ઠાવાન-કાર્યક્ષમ પોલીસ કર્મીઓને હંમેશા બિરદાવે-સલામ કરે છે. સાથે સાથે લાંચિયા-હપ્તાખોરો-ભ્રષ્ટ મળતિયાઓ-વહીવટદારોને ખુલ્લા પાડવાની જનલક્ષી કામગીરી કરતો રહે છે. મહિલા સુરક્ષા અને દારૂબંધીની કડક અમલવારી માટેની મુખ્ય માંગણી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડ્રગ્સ નામક દૂષણને દૂર કરવા ભાજપના MLA આવ્યા મેદાને

આ પણ વાંચો: દારૂના હપ્તાની એમને તો ચચરી ગઈ છે, ભાજપને અમિત ચાવડાનો ટોણો

આ પણ વાંચો: છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દારૂના નશામાં ધૂત ચાલકે બે કાર, 20 મોટરસાઇકલને મારી ટક્કર