Not Set/ મમ્મી સાથે સૂતી હતી 23 દિવસની બાળકી, ઓશીકા નીચે દબાઈ જવાથી થયું મોત

કોલકાતામાં એક નવજાત બાળકી તેની માતાની બાજુમાં સૂતી વખતે ઓશીકાથી દબાઈ જતા મૃત્યુ પામી હતી. 23 દિવસની બાળકી તેની માતાની બાજુમાં સૂતી હતી….

India
બાળકી

કોલકાતામાં એક નવજાત બાળકી તેની માતાની બાજુમાં સૂતી વખતે ઓશીકાથી દબાઈ જતા મૃત્યુ પામી હતી. 23 દિવસની બાળકી તેની માતાની બાજુમાં સૂતી હતી, જ્યારે તે ઓશીકા નીચે આવી ત્યારે તેનું ગૂંગળામણથી મૃત્યુ થયું છે. આ ઘટના શનિવારે પૂર્વ કોલકાતાના પ્રગતિ મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

આ પણ વાંચો :યોગી આદિત્યનાથે 4.5 વર્ષના કામની ગણતરી કરી તો અખિલેશ યાદવે કટાક્ષ કર્યો “ભાજપ આંતરરાષ્ટ્રીય જૂઠ તાલીમ કેન્દ્ર છે”

મધ્યમગ્રામના રહેવાસી દિવાકર મંડળની પત્ની અપર્ણા દાસે 23 દિવસ પહેલા એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મથી જ અપર્ણા પ્રગતિ મેદાનના ઉંચુપોટા વિસ્તારમાં તેના પિતાના ઘરે રહેતી હતી. શનિવારે અપર્ણા બાળકી સાથે જમ્યા બાદ તેની સાથે સૂઈ ગઈ હતી. પરંતુ જ્યારે તે જાગી ત્યારે બાળકી’અકસ્માત’ નો શિકાર બની ચૂકી હતી.

આ પણ વાંચો : કર્ણાટક માત્ર મોદી લહેરથી જીતી શકશે નહીં – બીએસ યેદિયુરપ્પા

જેથી બાળકી પથારીમાંથી નીચે ન પડે, માતાએ એક પછી એક ઓશિકા તેની બાજુમાં રાખ્યા. પરંતુ જ્યારે અપર્ણા ઊંઘમાંથી ઉઠી ત્યારે તેણે જોયું કે તેની બાળકી ઓશીકા નીચે દટાયેલી હતી. તેણે તરત જ બાળકીના  મોંમાંથી ઓશીકું હટાવી લીધું પરંતુ તેના શરીરમાં કોઈ હલચલ નહોતી. આ જોઈને મહિલાએ પરિવારના સભ્યોને બોલાવ્યા.

આ પણ વાંચો :છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકોનાં મોત,નવ લોકો ઇજાગ્રસ્ત

આ પછી બાળકીને તાત્કાલિક NRS મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ સમાચાર મળતા જ પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રગતિ મેદાન પોલીસ સ્ટેશનએ આ મામલે અકુદરતી મોતનો કેસ નોંધ્યો છે. સાથે જ આ ઘટના બાદ મૃતક બાળકીના પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

આ પણ વાંચો :ચરણજીત સિંહ ચન્ની બનશે પંજાબના નવા સીએમ, હરીશ રાવતે ટ્વિટ કર્યું