Gujarat News : ગુજરાતના 64 વર્ષના કાકાએ આફ્રિકાનો સૌથી કઠિન શિખર સર કર્યું છે અને તિરંગો લહેરાવ્યો હતો. ટોચની તસવીરમાં જુસ્સો,કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આપણે આ કહેવત ખુબ સાંભળી છે, પરંતુ વાપીના 64 વર્ષના કાંતિ પટેલે આ કહેવત સાર્થક કરી છે. તેમણે 15મી ઓગસ્ટે આફ્રિકાના સૌથી ઊંચા કિલીમાંજારો શિખર સર કરીને તિરંગો ફરાવ્યો હતો. આ સાથે જ તેમણે સૌથી મોટી ઉંમરે આ કારનામું કરાવાની સિદ્ધી પણ પ્રાપ્ત કરી છે. ઉલ્લેખનીય છે તે કિલિમાંજારો સમુદ્રથી 19,341 ફૂટ ઉપર આવેલું છે. આ પર્વતની ટોચ સુધી પહોંચવા માટે 72 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે.જેના માટે 6 દિવસ લાગે છે. આમ છતાં વાપીના કાંતિ પટેલે હિંમત હાર્યા વિના આ શિખર સર કર્યું છે.કિલીમાંજારો શિખર પર તિરંગો ફરકાવ્યો
મહત્વપૂર્ણ છે કે, કાંતિ પેટેલ અગાઉ નોકરી કરતા હતા. દસ વર્ષ અગાઉ તેમના પત્નીના અવસાન બાદ તેમના બે પુત્રો લગ્ન કરી વાપી શહેર બહાર સ્થાયી થઈ ગયા છે. જેથી તેઓ વાપીમાં એકલવાયું જીવન જીવતા હતા. જોકે જીવનમાંથી એકલતા દૂર કરવા સાયકલિંગ અને ટ્રેકિંગના શોખ જાગ્યા અને અત્યાર સુધી તેઓ સાયકલિંગ રનિંગમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે. જોકે કિલિમાંજારો શિખર સર કરીને 15મી ઓગસ્ટે તિરંગો લહેરાવાને એક અનોખી સિદ્ધિ પાપ્ત હાંસલ કરી છે.
આ પણ વાંચો:MUDA કૌભાંડ: કર્ણાટક હાઈકોર્ટ દ્વારા કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાને મોટી રાહત
આ પણ વાંચો:કર્ણાટક હાઈકોર્ટે જેપી નડ્ડા સામે નોંધાયેલ કેસ કર્યો રદ
આ પણ વાંચો:કર્ણાટક હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી,”બાળકોને સો. મીડિયાની લત લાગી રહી છે”
