Ahmedabad News/ અમદાવાદમાં સ્કૂલે જતી 9 વર્ષની બાળકીને કોર્પોરેશનની કચરાની ગાડીએ કચડી, ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 9 વર્ષની નાની બાળકી સાયકલ લઈને સ્કૂલે જઈ રહી હતી તે દરમિયાન કોર્પોરેશનની કચરાની ગાડીએ બાળકીને કચડીને મોતને ઘાટ ઉતારી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Yogesh Work 2024 12 31T152727.403 અમદાવાદમાં સ્કૂલે જતી 9 વર્ષની બાળકીને કોર્પોરેશનની કચરાની ગાડીએ કચડી, ઘટનાસ્થળે જ મોત

Ahmedabad News : અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આજે સવારે એક કરુણ ઘટના બની છે.  પરમાનંદની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ નવ વર્ષની બાળકીને ટક્કર મારતાં તેનું મૃત્યુ થયું છે. ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધીને ડ્રાઈવરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Yogesh Work 2024 12 31T151734.269 અમદાવાદમાં સ્કૂલે જતી 9 વર્ષની બાળકીને કોર્પોરેશનની કચરાની ગાડીએ કચડી, ઘટનાસ્થળે જ મોત

મળતી માહિતી મુજબ મૃતક બાળકીની ઓળખ ફાતિમા કૌસર શાહબુદ્દીન શેખ તરીકે થઈ છે. તે સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી હતી. આજે સવારે તે સાઇકલ લઈને સ્કૂલ જતી હતી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરા ગાડીએ ટક્કર મારી અકસ્માત કરતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ AMC કચરાની ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઘટનાની જાણ થતા ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.  સ્થાનિકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કચરાની ગાડીના ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. અકસ્માત બાદ કચરાની ગાડીનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેના કારણે આ બાળકી નીચે પટકાઈ અને તેનું મૃત્યુ થયું હતું. ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: અમદાવાદમાં BRTS બસે સર્જયો અકસ્માત, કાળમુખી બસે લીધો યુવાનનો ભોગ

આ પણ વાંચો: અમદાવાદના માંડલ વરમોર નજીક અકસ્માતમાં દંપતીનું મોત

આ પણ વાંચો: અમદાવાદમાં નશાની હાલતમાં ઓડીના ચાલકે પાંચથી વધુ વાહનોને અડફેટે લીધા : અકસ્માત બાદ સિગારેટના દમ માર્યા