મણિપુર કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથૌજમ રવિવારે મણિપુર વિધાનસભા ચૂંટણીનાં થોડા મહિનાઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. મણીપુરનાં પૂર્વ મુખ્યમંત્રી એન.બીરેન સિંહ અને ભાજપનાં વરિષ્ઠ નેતા સંબિત પાત્રાની હાજરીમાં મણિપુર કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથૌજમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
Delhi | Govindas Konthoujam, who joined Bharatiya Janata Party today, meets party president JP Nadda
Manipur CM and party leader N Biren Singh also present pic.twitter.com/roYKjrJH8E
— ANI (@ANI) August 1, 2021
આ પણ વાંચો – રાજકીય / સરકારે કરોડોના ખર્ચે પ્રવેશોત્સવ અને ગુણોત્સવના તાયફા કરી પોતાનો પ્રચાર કર્યો, વિદ્યાર્થીઓને શું ફાયદો ??જયરાજસિંહ
મણિપુરનાં મુખ્યમંત્રી અને ભાજપ નેતા એન બિરેન સિંહે આજે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરની સંભાળ લીધી છે, અને તાજેતરમાં જ પ્રદેશમાંથી પાંચ મંત્રીઓને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કર્યા છે. મણિપુરે વાયદો કર્યો છે કે, વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકારને મજબૂત બનાવો.” 28 જુલાઈનાં રોજ, 26-વિષ્ણુપુર વિધાનસભા ક્ષેત્રનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અને મણિપુર પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં ભૂતપૂર્વ પ્રમુખ ગોવિંદદાસ કોંથૌજમે રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું. તેમનું રાજીનામું બુધવારે વિધાનસભા સચિવની કચેરીમાં સુપરત કરવામાં આવ્યું હતું. કોંથૌજમનાં ભાજપમાં પ્રવેશની જાહેરાત રવિવારે સવારે પક્ષનાં પ્રવક્તા અનિલ બાલુનીએ કરી હતી.
Delhi | Govindas Konthoujam, former Manipur Congress chief joins Bharatiya Janata Party, in the presence of Manipur CM N Biren Singh pic.twitter.com/U8tffLfc10
— ANI (@ANI) August 1, 2021
આ પણ વાંચો – રાજકીય / CM રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે લોકસેવાનાં કાર્યોનું આયોજન : આજે 1 ઓગસ્ટે જ્ઞાન શક્તિ દિવસ
એક તરફ ભાજપ તેના પાર્ટી પરિવારને આગળ વધારી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસની થેલીમાંથી તેના નેતાઓ અલગ થઇ રહ્યા છે. કોંગ્રેસ ઘણા રાજ્યોમાં રાજકીય સંકટનો સામનો કરી રહી છે. પંજાબમાં અશોક ગેહલોત હોય કે રાજસ્થાનમાં સચિન પાયલટ, નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે પણ ઝઘડો કોઇનાંથી છુપાયેલો નથી. તાજેતરનાં દિવસોમાં કોંગ્રેસ સમક્ષ પોતાના નેતાઓને જાળવી રાખવાનો પડકાર વધ્યો છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જિતિન પ્રસાદ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. બીજી બાજુ, શુક્રવારે, આસામનાં કોંગ્રેસનાં ધારાસભ્ય સુશાંત બોરગોહેને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતુ. તેમના નામની પણ ઘણી ચર્ચા છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. બીજી બાજુ, શનિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળમાં ભાજપનાં મોટા નેતા બાબુલ સુપ્રિયોએ રાજકારણને અલવિદા કહી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે કે, તે રાજકારણમાં માત્ર સમાજ સેવા માટે આવ્યા હતા. હવે તેમણે પોતાનો રસ્તો બદલવાનો નિર્ણય કર્યો છે. વળી, બંગાળમાં મુકુલ રોયે ભાજપને અલવિદા કહ્યું અને ટીએમસીમાં પાછા જોડાયા છે.
