West Bengal/ ચૂંટણી પહેલા જ TMC ને મોટો ઝટકો, નેતા શુભેન્દુ અધિકારીએ MLA પદ પરથી આપ્યું રાજીનામું

મમતા બેનર્જી સરકારમાંથી રાજીનામું આપનાર શુભેન્દુ અધિકારીએ બુધવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું…

Top Stories India

મમતા બેનર્જી સરકારમાંથી રાજીનામું આપનાર શુભેન્દુ અધિકારીએ બુધવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. આજે વિધાનસભા પહોંચ્યા ત્યારે સુભેન્દુએ અધ્યક્ષને રાજીનામું સુપ્રત કર્યું હતુ. શુભેન્દુ અધિકારીનાં આ પગલાની ચર્ચા સમગ્ર બંગાળમાં થઇ રહી છે.

મળી રહેલી માહિતી અનુસાર, શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાઇ શકે છે. શુભેન્દુ અધિકારીને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. વધતી સુરક્ષા બાદ શુભેન્દુ અધિકારીએ ભૂતકાળમાં મેદિનીપુરની એક રેલીમાં કહ્યું હતું કે હાલના સમયમાં તેમના પર 11 વખત હુમલો થઇ ચુક્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું મારા વિવેચકોને કહેવા માંગુ છું કે મારી સાથે જનતા છે, આ લોકો મારી સાથે છે કારણ કે મારુ તેમની સાથે જોડાણ છે.

તે હંમેશાં લોકોની સાથે ઉભા રહેશે, મારા કુટુંબમાં ફક્ત 5-7. લોકો જ નથી, પણ બંગાળનાં બધાં ગામડાઓ મારું કુટુંબ છે જે સાદા ચોખા ખાય છે અને પંતા ભાત ખાય છે. અધિકારીએ કહ્યું કે, આ હુમલાઓ મને ડરાવી શકશે નહી.

આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને શાસક તૃણમૂલ કોંગ્રેસમાં અત્યારથી જ ગડબડી દેખાઇ રહી છે. માનવામાં આવે છે કે, શુભેન્દુ અધિકારી તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઈ શકે છે. બંગાળ ભાજપા પણ કહેતી રહી છે કે, અસંતુષ્ટ તૃણમૂલ નેતાઓ માટે તેમના દરવાજા ખુલ્લા છે.

સિનિયર સિટીઝનો પર સરકાર મહેરબાન, એર ઇન્ડિયાની મુસાફરી 50% ભાડામાં થશે

આઠ મહિના બાદ પાટા પર દોડવા દેશની ટ્રેનો તૈયાર, રેલ્વેની કવાયત

1971નાં યુદ્ધની વ્યૂહરચના ઘડવૈયા આ 3 ભારતીય સૈન્યાધિકારીઓને આજે પણ બાંગ્લાદેશમાં મળે છે સન્માન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…