એલોન મસ્ક તેના ફોનને અપડેટ કરતો રહે છે. જેમ સામાન્ય લોકો કરે છે અને કોઈ કારણોસર તે પોતાનો ફોન બદલી નાખે છે અને સુરક્ષા અને સંવેદનશીલ માહિતીને લીધે આવું કરે છે.
સલામતીના કારણોસર એલોન મસ્ક નિયમિતપણે ફોન બદલતા રહે છે. અબજોપતિ ટેક. ઉદ્યોગપતિ એલોન મસ્ક તેના સ્માર્ટફોન નિયમિતપણે બદલતા રહે છે. ઉપરાંત, કોર્ટના દસ્તાવેજો અનુસાર, તે સુરક્ષાના કારણોસર પોતાનો જૂનો ફોન નષ્ટ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, “સલામતીનાં કારણોસર એલોન મસ્ક તેના સેલ્યુલર ડિવાઇસને નિયમિતપણે બદલતો રહે છે, અને પછી તેના જૂના ફોનમાંથી તમામ ડેટા ભૂંસી નાખે છે અથવા સુરક્ષિત રાખે છે. અથવા નષ્ટ કરે છે.
આ દસ્તાવેજ બ્રિટિશ મરજીવો વર્નોન અનવર્થ દ્વારા એલોન મસ્ક વિરુદ્ધ કરેલા દાવાનો એક ભાગ છે. તે જાણીતું છે કે ગયા વર્ષે ટેસ્લાના સીઈઓ દ્વારા વર્નોનને ટ્વિટર પર ‘પેડો ગાય’ ગણાવ્યા પછી તેણે તેમના પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એલોન મસ્કએ થાઇલેન્ડની ગુફાની અંદર ફસાયેલી કિશોરની ફૂટબોલ ટીમ અને તેના કોચને બચાવવા માટે મિનિ સબમરીનનો ઉપયોગ સૂચવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
