Loksabha Election 2024/ કોંગ્રેસની સભામાં બેનર પર ભાજપના નેતાનો ફોટો જોવા મળ્યો

રાહુલ ગાંધી સોમવારે મધ્યપ્રદેશના પ્રવાસે છે. આજે ધનોરા (સિવની) અને બાણગંગા ફેર ગ્રાઉન્ડ (શાહડોલ) ખાતે જાહેર સભાઓને સંબોધશે. મંડલા લોકસભા….

India

Madhya Pradesh: લોકસભાની ચૂંટણીને લઇ સમગ્ર દેશમાં પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. ત્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા આજે ચૂંટણી રેલી યોજાવા જઇ રહી છે પરંતુ તે પહેલા જ એક તસવીર સામે આવી છે જેમાં કોંગ્રેસની લાપરવાહી છતી થઇ છે. 

રાહુલ ગાંધી સોમવારે મધ્યપ્રદેશના પ્રવાસે છે. આજે ધનોરા (સિવની) અને બાણગંગા ફેર ગ્રાઉન્ડ (શાહડોલ) ખાતે જાહેર સભાઓને સંબોધશે. મંડલા લોકસભા મતવિસ્તારના ધનોરા ગામમાં એક જનસભાને સંબોધિત કરશે અને કોંગ્રેસના ઉમેદવાર ઓમકાર સિંહ મરકામનું સમર્થન કરશે. અહીં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ચૂંટણી સંબોધન પહેલા સ્ટેજ પર લગાવવામાં આવેલા બેનરમાં નેતાઓ સાથે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર ફગ્ગન સિંહ કુલસ્તેની તસ્વીર પણ લગાવવામાં આવી હતી.

આ મામલે જાણ થતા જ કોંગ્રેસ દ્વારા બેનરમાંથી ભાજપના નેતાનો ફોટો ઝડપથી હટાવી લેવાયો હતો. તેને બદલે કોંગ્રેસના ધારાસભ્ય રજનીશ હરવંશ સિંહનું પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એપ્રિલમાં 3 દિવસ દારૂની દુકાનો બંધ રહેશે, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો:બિહારમાં સામૂહિક બળાત્કારના લીધે મહિલા બેભાન

આ પણ વાંચો:ભાઈને મારવા માટે આપી હતી સોપારી, શૂટરે કરી ભત્રીજાની હત્યા… સિહોરમાં સનસનાટીભર્યા