Kutchh/ કચ્છના રાપરમાં આખલાએ વેપારીને અડફેટે લેતા મોત

હજી પણ આખલાનો આતંક યથાવત

Top Stories Gujarat Others

Kutchh News : કચ્છના રાપરમાં આખલાનો આતંક યથાવત છે. રાપરમાં આખલાએ એક વેપારી અગ્રણીને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યુ હતું. આ બનાવને પગલે આ વિસ્ચારમાં ડરનો માહોલ ફેલાયો છે. તે સિવાય વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ગઈકાલે આખલાએ આ નેપારીને અડફેટે લીધા હતા. વેપારીને ગંભીર ઈજાને પગલે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

જ્યાં સારવાર દરમિયાન વેપારીનું મોત નીપજ્યુ હતું.રાપર શહેરના અયોધ્યાપુરી ચકરા પાસે આખલાના ઝઘડામાં રાપર લોહાણા મહાજનના ઉપ પ્રમુખ વસંત દયારામ ઠક્કર ઉર્ફે બકાભાઈ (પપ વર્ષ) નું મોત નીપજ્યુ હતું. વેપારી અગ્રણીના મોતને પગલે વિસ્તારમાં શોખ ફેલાયો છે. રાપરમાં રખડતા ઢોરને પગલે અગાઉ પણ લોકોના મોત નીપજ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવરાત્રિને લવરાત્રિ કહેનારા સ્વામીનો બચાવ, મેં ફક્ત ખરાબ નજરવાળા લોકો પર વ્યંગ કર્યો

આ પણ વાંચો: નવરાત્રિમાં ગમે ત્યારે વરસાદી ઝાપટું પડશે, વાવાઝોડાની પણ શક્યતા

આ પણ વાંચો: નવરાત્રિમાં રમાય છે ગરબા અને દાંડિયા, શું છે બંને વચ્ચેનો તફાવત, ચાલો જાણીએ