ચંડીગઢ (Chandigarh) માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવતી જે સ્ટ્રીટ ડોગ (Street Dog) ખાવાનું ખવડાવી રહી ત્યારે એક ઝડપી થાર ચાલકે (Thar driver) તેને કચડી નાખી હતી. બાળકીની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ ઘટનાના CCTV ફૂટેજ હવે વાયરલ થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ ફર્નીચર માર્કેટ (Furniture Market) પાસે રસ્તાના કિનારે સ્ટ્રીટ ડોગને ખવડાવી રહેલી યુવતી પર એક થાર ગાડીએ કચડી નાખી હતી.સડક અકસ્માતની આ ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલામાં યુવતીના પિતાએ આરોપી ડ્રાઈવર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
#BREAKING : #चंडीगढ़ के सेक्टर 53 फर्नीचर मार्केट में रात करीब 11:30 स्ट्रे डॉग्स को खाना दे रही युवती को रॉन्ग साइड से आ रही तेज रफ्तार थार ने मारी जोरदार टक्कर, कार सवार टक्कर मार मौके से हुआ फरार ! pic.twitter.com/FLeefRPyTQ
— Sahil Rukhaya (@Sahilrukhaya7) January 16, 2023
ઘાયલ યુવતીની ઓળખ 25 વર્ષની તેજસ્વિતા કૌશલ તરીકે થઈ છે. તે પ્રાણીપ્રેમી છે. અને રોજ સ્ટ્રીટ ડોગ ને ખવડાવવા જાય છે. શનિવારે મોડી રાત્રે લગભગ 11 વાગે તે સ્ટ્રીટ ડોગને ખવડાવવા પહોંચી હતી, તે દરમિયાન એક થાર ગાડીએ તેજસ્વિતાને અડફેટે લીધી હતી. ચંદીગઢના સેક્ટર 53 ફર્નિચર માર્કેટમાં રાત્રે લગભગ 11:30 વાગ્યે બનેલી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વાહન રોંગ સાઈડથી આવી રહ્યું હતું અને તેજ ઝડપે હતું.
આ પણ વાંચો: M.S યુનિવર્સિટી ફરી વિવાદમાં,સાયન્સ ફેકલ્ટીના વિભાગમાં નમાઝ પઢતો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:હું તો કાર્પેટ પણ પાથરી દવ, MPમાં બદલાવની ચર્ચાઓ વચ્ચે બોલ્યા શિવરાજ સિંહ ચૌહાણ
