Uttarpradesh News : ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં કરૂણ બનાવ બન્યો હતો. બુલંદશહેરના છતારી વિસ્તારના ચોંઢેરા ગામમાં પરદાદી અને પૌત્રને એક સાપે ડંખ માર્યો હતો. જેમાં બન્નેના મોત નીપજ્યા હતા. મિડીયા રિપોર્ટસ મુજબ ચોંઢેરા ગામ નિવાસી નરેન્દ્રનો પાંચ વર્ષો પુત્ર કપિલ તેની 80 વર્ષની દાદી સોમવતી સાથે પલંગ પર ઉંઘી રહ્યો હતો.
નરેન્દ્રના જણાવ્યા મુજબ રાત્રે 12 વાગ્યે દાદી સોમવતીએ જોરથી બૂમ પાડી હતી. બાદમાં તમામ લોકો દોડીને તેની પાસે પહોંચ્યા. દરમિયાન પલંગ પાસેથી એક કાળો સાપ પસાર થઈ રહ્યો હતો. બાદમાં લોકો એકઠા થઈ ગયા હતા અને સોમવતી તથા કપિલને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે બન્નેને મૃત ઘોષિત કર્યા હતા. આ બનાવને પગલે સમગ્ર ગામમાં શોક ફેલાઈ ગયો હતો.
આ પણ વાંચો: બે બાળકોના પિતાને સગીરા સાથે થયો પ્રેમ, છોકરીએ કર્યો ઈન્કાર… જાણો પછી શું થયું
આ પણ વાંચો: NEET UG 2024 માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા આજથી શરૂ, વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં લઈ શકશે પ્રવેશ
