Bhavnagar News: ભાવનગર(Bhavnagar)માં પરીણિત મહિલા (Married Woman) સાથે વિધર્મી યુવકે દુષ્કર્મ (Rape) આચરતાં મહિલાએ વિધર્મી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભાવનગરમાં પરીણિત મહિલાને વિધર્મીએ પોતાની વાતોમાં ફસાવી મેલી મુરાદ પાર પાડી હતી. પતિ સાથે મનદુઃખ થતા પરણિતા પિયર જવા આરોપીની રીક્ષામાં બેઠી હતી. પતિ-પત્નીના ઝગડાને ભાખી વિધર્મીએ પરણિતાને વાતોમાં ફોસલાવી હતી. વિધર્મીએ આશ્વાસન આપી હમદર્દી જતાવી પરણિતાનો નંબર મેળવ્યો હતો, બાદમાં ફોન પર અવારનવાર વાતો કરી પરિણીતાને રૂબરૂ મળવા મજબૂર કરી હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ છે તેવું પરણિતાના પતિને કહી દેવાની ધમકી આપતો હતો, બાદમાં પરણિતાને મજબુર કરી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
આખરે પરણિતાએ પતિને વાત કરતા વિધાર્મીની સમગ્ર હકીકત સામે આવી હતી. વિધર્મી અફઝલ યુસુફ દસાડીયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. સિહોરના ઘાંચીવાડામાં રહેતા આરોપી અફઝલની ધરપકડ કરવામાં આવી છે, તેમજ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને વિધર્મીએ બળાત્કાર ગુજાર્યો હતો, પરંતુ પાછળથી તેને ખબર પડી કે તે વ્યક્તિ વિધર્મી છે અને પરિણીત છે, તેથી તેણે પ્રભાસ પાટણ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમજ સમગ્ર મામલા અંગે સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી અમર જીકાણી વિરુદ્ધ અનેક ગુના નોંધાયા છે અને પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી દ્વારા છોકરી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. જો તેને છોડી દેવામાં આવશે તો આરોપી પણ ભાગી જશે, તેથી પોલીસે તેને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી છે.
આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર વૃધ્ધે દુષ્કર્મ આચરતા ચકચાર
આ પણ વાંચો:વેલેન્ટાઈન ડેના દિવસે શહેરમાં ખળભળાટ, વિદ્યાર્થીએ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:સુરતમાં 12 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
