Not Set/ હૈતીમાં 7.2 ની તીવ્રતાનો ભૂંકપ આવતાં 29 લોકોનાં મોત

હૈતીના નાગરિક સુરક્ષા એજન્શીએ જણાવ્યું હતું કે ભૂંકપમાં 29 લોકોના મોત થયા છે. 

Top Stories

શનિવારે હૈતીમાં 7.2 ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો છે જેમા 29 લોકોના મોત થયાં હોવાની પુષ્ટી થઇ છે. આ ભૂંકપનું કેનદ્ર બિંદુ તેની રાજધાનીથી 125 કિલોમાટર દૂર પશ્વિમમાં હતું , હૈતીના નાગરિક સુરક્ષા એજન્શીએ જણાવ્યું હતું કે ભૂંકપમાં 29 લોકોના મોત થયા છે.

હૈતીના વડાપ્રધાન એરિયલ હેનરીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ભૂંકપના લીધે કેરેબિયન દેશના દક્ષિણ વિસ્તારમાં અનેક લોકો માર્યા ગયા છે અને ભારે નુકશાન થયું છે. રાજધાનીમાં ભૂકપના આંચકા અનુભવાયા હતા  અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્યાં કોઇ નુકશાન થયું નથી