uttarakhand news/ ઉત્તરાખંડમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 200 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકી, 36 મુસાફરોના મોત

અકસ્માતના સ્થળે ચાલી રહેલા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Top Stories India Breaking News

Uttarakhand News: ઉત્તરાખંડમાંથી (Uttarakhand) એક મોટી દુર્ઘટના ઘટી છે. રાજ્યના અલ્મોડા-સોલ્ટ વિસ્તારમાં એક મોટી બસને અકસ્માત (Bus Accident) નડ્યો છે. મળતી માહિતી મુજબ, બસ મર્કુલા નજીક કુપીમાં ઉંડી ખાઈમાં પડી છે. આ બસ મુસાફરોથી ભરેલી હતી અને તેમાં 46 લોકો સવાર હોવાનું કહેવાય છે. સમાચાર મુજબ વહીવટી તંત્રએ રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, કુપી નજીક ઊંડી ખાઈમાં પડી ગયેલી બસ પૌડી જિલ્લાથી રામનગર તરફ 45 લોકો સાથે આવી રહી હતી. આ દરમિયાન બસ કુપી પાસે અકસ્માત સર્જી હતી અને ઉંડી ખાઈમાં પડી હતી. ઘટનાસ્થળે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. નવીનતમ અપડેટ મુજબ, નૈનીતાલ જિલ્લા પોલીસ પણ રાહત કાર્યમાં લાગેલી છે.

અકસ્માતના સ્થળે ચાલી રહેલા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ અને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી રહી છે અને અત્યાર સુધીમાં 36 મૃતદેહોને ખાડામાંથી બહાર કાઢ્યા છે. જે બસ ખાઈમાં પડી તે ગઢવાલ મોટર યુઝર્સની છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

Almora Bus Accident: At Least 7 Dead After Bus Falls Into Gorge In Uttarakhand' Almora

સીએમ ધામીએ આપ્યું નિવેદન
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ બસ અકસ્માત અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે લખ્યું – “અલમોડા જિલ્લાના મર્ચુલામાં દુર્ભાગ્યપૂર્ણ બસ દુર્ઘટનામાં મુસાફરોની જાનહાનિ અંગે અત્યંત દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લા વહીવટીતંત્રને ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન અને SDRFની ટીમો અહીં છે. ઈજાગ્રસ્તોને બચાવવા માટે અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ જેથી તેઓને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃમુસાફરોથી ભરેલી બસ ટ્રેકટર-ટ્રોલી સાથે અથડાતા 19 લોકોના મોત, આ દેશમાં બની ભયાનક દુર્ઘટના

આ પણ વાંચોઃદિવાળીમાં દુર્ઘટનાઓ વધુ સર્જાતા એમ્બ્યુલન્સની સંખ્યામાં કરાયો વધારો

આ પણ વાંચોઃતમિલનાડુના તિરુવલ્લુરમાં મોટી રેલ દુર્ઘટના, 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 19 લોકો ઘાયલ