Diwali 2024/ દિવાળીમાં દુર્ઘટનાઓ વધુ સર્જાતા એમ્બ્યુલન્સની સંખ્યામાં કરાયો વધારો

તેમજ બ્લેક સ્પોટ પર બંદોબસ્ત, બમ્પ, સિગ્નલ, સાઈન બોર્ડ મુકવાની પણ વ્યવસ્થા કરાઈ છે.

Top Stories Gujarat Breaking News

Gujarat News: દિવાળીના (Diwali) દિવસોમાં આગ કે અકસ્માતના બનાવો બનતા એમ્બ્યુલન્સની (Ambulance) સૌથી પહેલા જરૂર પડે છે તેથી 108ની સેવા તાત્કાલિક મળી રહે તે માટે સરકારે 838 એમ્બ્યુલન્સ, 38 ICU ઓન વ્હીલ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત રહેવાની જાહેરાત કરી છે.

108 Ambulance receives 1690 Emergency Calls in Gujarat during Uttarayan  this year -

માહિતી મુજબ ફટાકડા ફોડવાથી (Crackers) કે તેના તણખા ઉડવાથી આગની ઘટનાઓ, દાઝી જવાની ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે તહેવારોમાં દુર્ઘટનાઓ વધતા એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કર્યો છે. ચાલુ વર્ષે દિવાળી અને પડતર દિવસે સામાન્ય 2.5 ટકા કેસ વધી શકે છે. નવા વર્ષ એટલે કે બેસતા વર્ષે ઇમરજન્સી કોલમાં 16 ટકા વધારો થાય છે. દિવાળીમાં દાઝી જવાના કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે. નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે 200થી 150 ટકાનો વધારો નોંધાતો હોય છે.

Gujarat govt launches Karuna Animal Ambulance -1962 Service across 26  districts | DeshGujarat

તેમજ બ્લેક સ્પોટ પર બંદોબસ્ત, બમ્પ, સિગ્નલ, સાઈન બોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે. તહેવારમાં બહાર જતાં અને ઓવરસ્પીડના કેસ જોવા મળતાં હોય છે. 75 ટકા કેસ રોડ અકસ્માતના જોવા મળતા હોય છે. તહેવારમાં ઈમરજન્સી સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે. સાંજના સમયે અકસ્માતો વધતા અધિકારીઓએ લોકોને જોખમકારક ચીજવસ્તુઓથી દૂર રહેવા વિનંતી કરી છે.

Ambulance Queue & Hospital Efficiency Not Related: Gujarat Govt


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાવધાન! તહેવારોની આડમાં ધીકી રહ્યો છે નકલી માવાનો બેફામ વેપાર, આવી રીતે કરો અસલી અને નકલીની ઓળખ

આ પણ વાંચો:દિવાળીમાં શુદ્ધ મીઠાઈ બનાવી મોં મીઠું કરાવો, ઝડપથી તૈયાર કરો આ મીઠાઈઓ

આ પણ વાંચો:ધનતેરસ પહેલા જ સોનું-ચાંદી થયું મોંઘુ! જાણો આજનો બજાર ભાવ