પાકિસ્તાનમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં, કુરાનનો અપમાન કરવાના આરોપમાં એક વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. લોકોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું, આરોપીને બહાર કાઢ્યો અને તેને ખૂબ માર માર્યો. આ પછી વ્યક્તિને આગ લગાવવામાં આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો એટલો ભયાનક છે કે અમે તમને તે સંપૂર્ણ બતાવી પણ શકતા નથી.
પોલીસ સ્ટેશનની બહાર લઈ જઈને મારી નાખ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, મામલો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લાનો છે, જ્યાં એક ટોળાએ પવિત્ર કુરાનનું અપમાન કરવાના આરોપમાં એક વ્યક્તિને નિર્દયતાથી મારી નાખ્યો. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના પોલીસ સ્ટેશનની સામે બની હતી. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે પંજાબના સિયાલકોટ જિલ્લાના રહેવાસી આ વ્યક્તિએ ગુરુવારે રાત્રે સ્વાતના મદયાન તાલુકામાં પવિત્ર કુરાનના કેટલાક પાના સળગાવી દીધા હતા.
આ પછી શંકાસ્પદ આરોપીની અટકાયત કરીને તેને મદ્યાન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આરોપીને પોલીસ સ્ટેશને લવાયા બાદ ત્યાં પણ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને આરોપીને ટોળાને સોંપવાની માંગ કરી હતી. જ્યારે પોલીસે ના પાડી તો ભીડ અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા.
મળતી માહિતી મુજબ, આ પછી ટોળાએ પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી અને કેટલાક લોકો પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. આ પછી કેટલાક લોકોએ ગોળીબાર કર્યો. તેઓ આરોપીને પોતાની સાથે લઈ ગયા અને તેને આગ ચાંપી દીધી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ખરેખર ભયાનક છે.
આ પણ વાંચો: કાળઝાળ ગરમી: હજ યાત્રામાં પાણીની તંગી, અપૂરતા આવાસની ફરિયાદો ઉઠી
આ પણ વાંચો: આ વર્ષે હજ યાત્રા દરમિયાન 68 ભારતીય નાગરિકોના મોત, કુલ મૃત્યુઆંક 600ને પાર
આ પણ વાંચો: ખેતરમાં ઘૂસી આવ્યા ઊંટ, જમીનદારો ભડક્યા… દુબઈથી કૃત્રિમ પગ મંગાવ્યો