Ahmedabad News/ અમદાવાદમાં માધવ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો, CCTVમાં કેદ થઈ ઘટના

વિદ્યાર્થી પોતાની જગ્યાએ બેઠો હતો ત્યાં જ શિક્ષક અભિષેક પટેલ વગર કારણે ઢોર માર મારી રહ્યો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીને

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 10 01T083909.073 અમદાવાદમાં માધવ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો, CCTVમાં કેદ થઈ ઘટના

Ahmedabad News: અમદાવાદમાં (Ahmedabad) વટવામાં (Vatva) માધવ પબ્લિક સ્કૂલમાં (madhav public school) અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીને શિક્ષકે (Teacher) વગર કારણે માર મારતા મામલો બિચક્યો હતો. આ સમગ્ર ઘટના શાળાના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ DEOએ માધવ પબ્લિક સ્કૂલને નોટિસ આપીને આ વીડિયો અંગે ખુલાસો માગ્યો છે. માહિતી મુજબ શિક્ષકને હાલ સસ્પેન્ડ કરાયો છે.

સીસીટીવીમાં જોવા મળે છે કે વિદ્યાર્થી પોતાની જગ્યાએ બેઠો હતો ત્યાં જ શિક્ષક અભિષેક પટેલ વગર કારણે ઢોર માર મારી રહ્યો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીને પકડીને બ્લેક બોર્ડ પર માથુ પછાડે છે, કેટલાય લાફા ચોંટાડતા વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી તેમ જાણવા મળ્યું છે. 24 સપ્ટેમ્બરે બનેલી ઘટનામાં 28 તારીખે શિક્ષક વિરુદ્ધ વટવા પોલીસે ફરિયાદ નોંધી હતી. ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ (Ahmedabad DEO) ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્કૂલ બેગ ભૂલવાની મળી ભયંકર સજા! નિષ્ઠુર શિક્ષકની કરતૂત જુઓ

આ પણ વાંચો:‘ચૂપ રહો મારી પાસે બંદૂક છે બધાને ચૂપ કરી દઈશ’ શિક્ષકોએ બાળકોને આવી ધમકી આપતા કરાઈ ધરપકડ

આ પણ વાંચો:કાંકરેજ MLA અમૃતજી ઠાકોરે શિક્ષણમંત્રીને લખ્યો પત્ર, શાળાના કેટલાક શિક્ષકો બન્યા ભાજપના સભ્ય