Banaskantha News: બનાસકાંઠામાં (Banaskantha) કાંકરેજના (Kankrej MLA) ધારાસભ્ય અમૃતજી ઠાકોરે (Amrutji Thakor) સરકારી પ્રાથમિક શાળાના (Government Primary School) કેટલાક શિક્ષકો ભાજપ સદસ્ય અભિયાનમાં જોડાવાની નિંદા કરી છે. ઉપરી અધિકારીઓને આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાતા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી સભ્ય બનેલા શિક્ષકો પર કાર્યવાહી થાય તેવી માગ કરી છે.
હાલ ઘણા દિવસોથી ભાજપ સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ભાજપના સભ્યો સ્વયં લોકોને પક્ષનાં સભ્ય બનવાની અપીલ કરી રહ્યા છે તેમ ધારાસભ્ય અમૃતજી ઠાકોરનું કહેવું છે. માહિતી મુજબ 4 શિક્ષકોએ સરકારી નોકરી કરતા હોવા છતાં ભાજપના સભ્ય બનતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મંતવ્ય ન્યુઝને જણાવ્યું છે કે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં સરકારી પ્રાથમિક શાળાના 3 શિક્ષકોએ ભાજપ પક્ષના સભ્ય બનતા શિક્ષણ વિભાગની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભો થયો છે. તેમણે શિક્ષણમંત્રીને પત્રમાં રજૂઆત કરી છે કે કોઈ પણ સરકારી કર્મચારીઓ રાજકીય પક્ષ સાથે જોડાઈ શકતા નથી. પ્રાથમિક શાળાના શિક્ષકો કડક વિરૂદ્ધ કાર્યવાહી થાય તેમ માગ કરી છે.
આ પણ વાંચો:બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ, 27 લાખે કર્યા દર્શન
આ પણ વાંચો:બનાસકાંઠામાં અંબાજી નજીક અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત
આ પણ વાંચો:બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ આકરા પાણીએ, કોન્ટ્રાક્ટરોને નબળી કામગીરી બદલ આપી ચેતવણી
