એક જ પરિવારનાં ચાર સભ્યોની લાશ મધ્યપ્રદેશનાં ઇન્દોર જિલ્લાનાં એક રિસોર્ટમાં મળી આવી છે. લાશ આઈટી કંપનીનાં સોફ્ટવેર એન્જિનિયર, તેની પત્ની અને બે જોડિયા બાળકોની છે. પોલીસ બાતમી પર પહોંચી હતી અને તમામ લાશને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આપને જણાવી દઇએ કે પોલીસે રૂમમાંથી ઇલેક્ટ્રોનિક વેઈંગ મશીન (વજન કાંટો) અને કેમિકલ કબજે કર્યું છે. એવું માનવામાં આવે છે કે કેમિકલનો ઉપયોગ કરીને આત્મહત્યા કરવામાં આવી છે.
Madhya Pradesh: Bodies of four members of a family found in a hotel room in Khudel, Indore. Rajesh Dabur, Sub-Inspector says, "Bodies of parents and two children have been found. Prima facie it appears to be suicide, further investigation underway". (26.09.19) pic.twitter.com/4xiVeptOA7
— ANI (@ANI) September 27, 2019
ખુડૈલ પોલીસનાં જણાવ્યા મુજબ ગુરુવારે બપોરે રિસોર્ટમાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. બુધવારે, અપોલો ડીબી સિટી સ્થિત સોફટવેર એન્જિનિયર અભિષેક સક્સેના (45), પત્ની પ્રીતિ સક્સેના (42), પુત્રી અનન્યા (14) અને પુત્ર અદ્વૈત ઉર્ફે આદી (14) ઘરની માતા સરોજ સક્સેના (82) સાથે પિકનિક જવા માટે નીકળ્યા હોવાની બોલીને રિસોર્ટમાં આવ્યા હતા. અહીં આવતાં પહેલાં જ તેમણે બુધવારે ઓનલાઈન 211 નંબરનો રૂમ બુક કરાવ્યો હતો. ગુરુવારે પરિવારનાં સભ્યો રૂમની બહાર ન આવ્યા ત્યારે સાંજનાં સમયે રિસોર્ટ મેનેજમેન્ટ સક્રિય થયુ હતુ. ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ, જ્યારે બંધ રૂમને અંદરથી ન ખોલવામાં આવ્યો, ત્યારે માસ્ટર કીની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો. દરવાજો ખોલતા ખંડની અંદર ચાર લોકોનાં મૃતદેહ દેખાયા હતા, ત્યારે તુરંત જ ખુલૈલ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ખુડૈલ પોલીસ બાતમી પર પહોંચી હતી અને તમામ મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. વળી, ટીઆઈ રૂપેશ દુબે અને એફએસએલ નિષ્ણાત ડો.બી.એલ. મંડલોઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટીમે તપાસમાં શોધી કાઠ્યું હતું કે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ તેમના વચ્ચે થયુ નહોતુ. દરેકની મોત ધીમા ઝેરથી થઇ છે. પોલીસને સુસાઇડ નોટ પણ મળી નથી. વળી ત્યાં મળેલા કેમિકલનો ઉપયોગ લેબમાં થાય છે. તેઓ અહીંથી ઇલેક્ટ્રોનિક વેઈંગ મશીન પણ લાવ્યા હતા. હોટલ મેનેજમેન્ટે તેનો પોતાની બતાવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
