Banaskantha/ બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ આકરા પાણીએ, કોન્ટ્રાક્ટરોને નબળી કામગીરી બદલ આપી ચેતવણી

બનાસકાંઠા જીલ્લામાં થરાદ (Tharad) તાલુકામાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા હતા. રાજ્યમાં સરકારના વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરોની મીલિભગત તેમજ માળખાકીય કામોમાં જોવા મળતી નબળી કામગીરી કરવા બદલ થતા…..

Top Stories Gujarat Breaking News
Image 2024 09 02T113656.633 બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ આકરા પાણીએ, કોન્ટ્રાક્ટરોને નબળી કામગીરી બદલ આપી ચેતવણી

Banaskantha News: બનાસકાંઠામાં (Banaskantha) ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપી વિધાનસભા અધ્યક્ષ (Speaker of Assembly) શંકર ચૌધરીએ કામમાં સતત નબળાઈ દેખાતા કોન્ટ્રાક્ટરોને (Contractors) ચેતવણી આપી છે. કામમાં કચાશ રાખી કોમ્પ્રોમાઈઝ કરવા કોન્ટ્રાક્ટરોને આકરા શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે.

બનાસકાંઠા જીલ્લામાં થરાદ (Tharad) તાલુકામાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા હતા. રાજ્યમાં સરકારના વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરોની મીલિભગત તેમજ માળખાકીય કામોમાં જોવા મળતી નબળી કામગીરી કરવા બદલ થતા નુકસાનને કારણે આજે થરાદમાં કોન્ટ્રાક્ટરોને સીધી ચેતવણી આપી છે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું હતું કે, કામમાં કચાશ રાખશો તો સીધા ઘર ભેગા થશો. કોઈ પણ રૂપિયા માંગે તો મને કહેજો. કામ પૂરી ઈમાનદારીથી થવું જોઈએ.

Image 2024 09 02T113829.635 બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ આકરા પાણીએ, કોન્ટ્રાક્ટરોને નબળી કામગીરી બદલ આપી ચેતવણી

વધુમાં, કોન્ટ્રાક્ટ્રરોને ચેતવણી આપતા કહ્યું કે, કોઈ પણ કોન્ટ્રાક્ટર જો કામમાં બેદરકારી દાખવશે તો તુરંત જ બ્લેકલિસ્ટમાં જશે. કોઈ તમારી પાસેથી એક રૂપિયો માંગે તો પણ મને જાણ કરવી. પરંતુ કામમાં ઢીલું રાખ્યું તો કોઈને છોડવામાં આવશે નહીં. હજુ ગુજરાતમાં આપણને વિકાસના ઘણા કામો કરવાના છે. આટલેથી આપણ અટકી જવાનું નથી. ગુજરાત રાજ્ય સરકાર વિકાસને લઈ ખૂબ જ ગંભીર છે.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના ખાતમુહૂર્ત દરમિયાન ભષ્ટ્રાચાર પર અંકુશ લગાવવાની વાત કરી હતી. તેમણે કટકી લેતા કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપતા કહ્યું હતું જો ભષ્ટ્રાચાર કર્યો તો બ્લેકલિસ્ટ થશો. મહત્વનું છે કે ગુજરાતમાં હાલ ભારે વરસાદથી રસ્તાઓ, પુલ તૂટી રહ્યા છે. સુરતમાં આપણે નિર્માણાધીન બ્રિજને તૂટતા જોયો હતો, સામાન્ય વરસાદમાં રસ્તાઓમાં ખાડા પડી જતા વાહનવ્યવહારને સીધી અસર થઈ રહી છે. રસ્તોઓ આખા ધોવાઈ રહ્યા છે. કેટલાય લોકો ખરાબ રોડને કારણે અકસ્માતનો પણ ભોગ બન્યા છે. ત્યારે સરકાર હવે કોન્ટ્રાક્ટરોની ખરાબ કામગીરીને લઈ સતર્ક થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠામાં ખાડાથી લોકો ત્રાહિમામ, ભાભર પોલીસે ખાડા પૂર્યા

આ પણ વાંચો:બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે 6.70 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:મુખ્યમંત્રીએ બનાસકાંઠાના પ્રજાવર્ગો તથા જનપ્રતિનિધિઓની માગણીનો ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો