મેલબોર્ન,
ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ઓસ્ટ્રેલિયા પહોચ્યાં છે. તેઓ અહી ત્રણ દિવસ માટે રહેશે. વિયેતનામથી તેઓ સિડનીમાં પોતાની પત્ની સવિતા કોવિંદ સાથે લેન્ડ થયા છે. કોવિંદ પહેલાં એવાં ભારતીય રાષ્ટ્રપતિ છે જે આ ઓસ્ટ્રેલિયાની સ્ટેટવિઝીટ કરી રહ્યાં છે.
રામનાથ કોવિદ ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે વાટાઘાટો કરશે અને બાઈલેટરલ ઇસ્યુની ચર્ચા કરશે. તેઓનું સ્વાગત સારી રીતે કરવામાં આવ્યું હતું એવું એમનાં ટ્વીટ પર કહેવામાં આવ્યું હતું.
President Kovind received a warm welcome on his arrival at Sydney, Australia. He is the first ever President of India to pay a State Visit to Australia. pic.twitter.com/qWJYTSrDAX
— President of India (@rashtrapatibhvn) November 21, 2018
ઓસ્ટ્રેલિયાની ત્રણ દિવસની મુલાકાતમાં કોવિંદ ગુરુવારે ગાંધીજીની 150મી જન્મજયંતી રૂપે સિડનીમાં બાપુનાં પૂતળાની અનાવરણ સેરેમની અટેન્ડ કરશે. તેઓ ત્યાં રહેતાં ભારતીયોને અને બિઝનેસ કમ્યુનીટીને પણ સંબોધશે.
થોડાં સમય પહેલાં ઓસ્ટ્રેલિયાએ જાહેર કર્યું હતું કે તેઓ સુગર સબસીડી માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનને ભારતનું નામ રેફર કરી રહ્યાં હતા.
