Viral Video/ ધોળા દિવસે ગ્રાહકોને મુર્ખ બનાવતા વેપારીનો વિડીયો વાયરલ

સોશિયલ મિડીયામાં અવનવાર વિડીયો કે તસ્વીર વાયરલ થતી હોય છે. દરરોજ તમને સોશિયલ મિડીયા પર યુવાનોને ડાન્સ કરતા કે પછી લોકો ઝગડતા હોય એવા વિડીયો વાયરલ થતા હોય છે.

Videos Trending

સોશિયલ મિડીયામાં અવનવાર વિડીયો કે તસ્વીર વાયરલ થતી હોય છે. દરરોજ તમને સોશિયલ મિડીયા પર યુવાનોને ડાન્સ કરતા કે પછી લોકો ઝગડતા હોય એવા વિડીયો વાયરલ થતા હોય છે. પણ આજે તમને એવા વિડીયો વિશે વાત કરવાના છે જેમાં તમને ખબર પડશે કે એક લારી વાળો લોકોને કઇ રીતે મુર્ખ બનાવે છે. આ વિડીયો જોઇને તમારી આંખો પણ ખુલી જશે. આવો જાણીયે આ વિડીયો વિશે.

આ વિડીયોમાં જોઇ શકાય છે કે એક મહિલા લારી વાળા પાસે કોઇ ફળ લઇ રહી છે. મહિલા તેના હાથે ફળ પસંદ કરી રહી છે. જે બાદ તેનું વજન પણ કરાવે છે. વજન કર્યા બાદ ફળ વેચવા વાળો વ્યક્તિ થેલીને ત્યાં ફેલાવી દે છે અને પહેલા રાખેલી ફળની થેલી મહિલાને આપી દે છે.

આ વિડીયોને જોયા બાદ તમને એતો સમજાયુ હશે કે કઇ રીતે આ વેપારી ગ્રાહકોને ચૂનો લગાવી રહ્યો છે. હવેથી તમે કોઇ જગ્યાએ ખરીદી કરવા જાવ ત્યારે ચેક કરી લો કે શુ એ વેપારી તમને છેતરીતો નહી રહ્યો ને.

ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી આ વિડીયોને 1 લાખ 47 હજાર વ્યુ મળ્યા છે અને ચાર હજાર લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે. આ વિડીયો પર લોકો કોમેન્ટ પણ ખૂબ કરી રહ્યા છે. એક યુઝર્સે એવુ લખ્યુ કે ‘વિચારીને ખરીદી કરો ‘ ત્યારે બીજા યુઝર્સે લખ્યુ કે ‘ હું તો આવા લોકો પાસેથી વસ્તુ જ ના લઉ’.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાઝાની હોસ્પિટલમાંથી 300 મૃતદેહોની કબર મળી આવતાં ખળભળાટ, ઈઝરાયેલે વિનાશ વેર્યો હતો

આ પણ વાંચો:ઈઝરાયેલના હુમલામાં ગર્ભવતી મહિલાનું મોત, ડોકટરોએ ગર્ભમાં રહેલા બાળકને બચાવ્યુ

આ પણ વાંચો:અમેરિકામાં આ કેવા પ્રકારની પાર્ટી , કેટલીક જગ્યાએ ધક્કામુક્કી તો કેટલીક જગ્યાએ લોકો કાર પર દોડી આવ્યા, અલગ-અલગ ઘટનાઓમાં 2 લોકોના મોત અને 18 ઘાયલ થયા