Youth death/ હિંમતનગર સબરજિસ્ટ્રાર ઓફિસમાં યુવક અચાનક ઢળી પડ્યો, હાર્ટએટેકથી મોત

કોરોનાકાળ બાદ યુવાવસ્થામાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે. હિંમતનગરની સબરજિસ્ટ્રાર ઓફિસમાં એક યુવક આ જ રીતે ઢળી પડતા ત્યાં ઉપસ્થિત બધા ચોંકી ગયા હતા. સારવાર દરમિયાન તેનું હાર્ટએટેકથી મોત થયું હોવાની વાતને સમર્થન મળ્યું છે.

Gujarat
Parikshit patel હિંમતનગર સબરજિસ્ટ્રાર ઓફિસમાં યુવક અચાનક ઢળી પડ્યો, હાર્ટએટેકથી મોત

કોરોનાકાળ બાદ યુવાવસ્થામાં હાર્ટએટેકથી Youth death મોતના કિસ્સા વધી રહ્યા છે. હિંમતનગરની સબરજિસ્ટ્રાર ઓફિસમાં એક યુવક આ જ રીતે ઢળી પડતા ત્યાં ઉપસ્થિત બધા ચોંકી ગયા હતા. સારવાર દરમિયાન તેનું હાર્ટએટેકથી મોત થયું હોવાની વાતને સમર્થન મળ્યું છે. આજે હિંમતનગરની સબરજિસ્ટાર ઓફિસમાં યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે.

કોરોનાકાળ બાદ અચાનક જ યુવાસ્થામાં હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. હિંમતનગરના બહુમાળી ભવનમાં સબ રજિસ્ટાર કચેરીમાં પરીક્ષિત પટેલ નામનો યુવક અચાનક ઢળી પડ્યો Youth death હતો. 35 વર્ષીય પરીક્ષિત પટેલ નવા મકાનનો દસ્તાવેજ કરાવવા માટે સબરજિસ્ટારની ઓફિસે પહોંચ્યો હતો. આ સમયે દસ્તાવેજના કામ કરતી વખતે તે કચેરીમાં જ અચાનક ઢળી પડ્યો હતો.

હિંમતનગરના કાંકણોલ રોડ પર નીલકંઠ સોસાયટીમાં નવુ મકાન ખરીદ્યુ હતુ. યુવક તાલુકા પંચાયતમાં આત્મા વિભાગમાં નોકરી કરતો હતો. 108ને કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ ટ્રાફિકના લીધે 108 સમયસર ન પહોંચતા Youth death તાત્કાલિક રીક્ષામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું હાર્ટ એટેકના લીધે મોત થયું હતું. આજે સવારે વતનમાં યુવકના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે.

આ પહેલા પણ રાજકોટ, સુરત સહિત અનેક વિસ્તારમાંથી અચાનક હાર્ટ અટેકથી મોતના કિસ્સા બની ચૂક્યાં છે. રાજકોટમાં ક્રિકટ રમતા રમતા યુવકનું મોત થયું હતું તો સુરતમાં યુવાવસ્થામાં હાર્ટ અટેકથી મોતના કેટલાક કિસ્સા Youth death બની ચૂક્યાં છે. ખાસ કરીને કોરોના બાદ યુવાવસ્થામાં હાર્ટ અટેકના કિસ્સા વધી રહયાં છે. કોરોના બાદ વધતા જતાં હાર્ટ એટેકના કિસ્સાના કારણે એઇમ્સમાં પણ આ વિષય પર સંશોધન હાથ ધરવમાં આવ્યું છે. કોરોના હાર્ટ અટેક માટે કેવી રીતે જવાબદાર હોઇ શકે તે વિષય પર અભ્યાસ થઇ રહ્યો છે.

 

આ પણ વાંચોઃ YouTube AdBlocker/ યુટ્યુબ એડ બ્લોકરનો ઉપયોગ કરવો પડશે મોંઘો, કંપની આવા યુઝર્સને કરી રહી છે બ્લોક

આ પણ વાંચોઃ X Logo Removed/  ટ્વિટરના હેડક્વાર્ટરમાંથી હટાવાયો એક્સ લોગો, આ કારણે થઇ કાર્યવાહી

આ પણ વાંચોઃ IPOs Next Week/ આવતા અઠવાડિયે IPOથી ધમધમશે બજાર, ખુલવાના છે  આ કંપનીઓના ઇશ્યૂ 

આ પણ વાંચોઃ જાણવા જેવું/ 5 લાખથી ઓછી કમાણી કરનારાઓ માટે પણ ITR ફાઇલ કરવું ફાયદાકારક, નહીં વેઠવું પડે આ નુકસાન

આ પણ વાંચોઃ Indian Citizen/ ભારતીય નાગરિકે હવે અમેરિકામાં આ કાર્ડ માટે નહીં જોવી પડશે રાહ, સાત સમંદર પારથી આવ્યા સારા સમાચાર