Bollywood/ વેલેન્ટાઇન ડે પહેલા જ ઇરા ખાને રિલેશનશિપ પર લગાવી મહોર, જાણો કોણ છે નુપુર શિખરે

ઇરા ખાને પ્રોમિસ ડે પર નૂપુર શિખરે પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આપને જણાવી દઈએ કે નૂપુર શિખરે ઇરા ખાનનો ફિટનેસ ટ્રેનર છે.

Entertainment

14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે છે અને આ ખાસ દિવસ પહેલા જ બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાને આખી દુનિયા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ઇરાએ નૂપુર શિખરે સાથેના સંબંધ પર મહોર લગાવી છે. તેણે માત્ર સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનશિપનો જ ખુલાશો નથી કર્યો, પરંતુ બોયફ્રેન્ડ સાથેના કેટલાક ફોટા પણ શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ઇરા ખાને પ્રોમિસ ડે પર નૂપુર શિખરે પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આપને જણાવી દઈએ કે નૂપુર શિખરે ઇરા ખાનનો ફિટનેસ ટ્રેનર છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) 

ઇરા ખાને ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં બંને એકબીજાને પ્રેમાળ નજરથી જોઈ રહ્યા છે. ઇરાએ કેપ્શનમાં લખ્યું છે – ‘તુમ્હારે સાથે ઓર તુમ્હારે લીએ વાદે કરના, મેરે લીએ સમ્માન કી બાત હૈ.

ઇરા ખાન

આ સાથે ઇરાએ હેશટેગમાં ડ્રીમ બોય, માય વેલેન્ટાઇન અને બડી લખ્યું છે. ઇરાની આ પોસ્ટ પર ફાતિમા સના શેખ, ગુલશન દૈવેયા અને કરણવીર બોહરા દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે.

 ira khan

જણાવી દઈએ કે ઇરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ઘણા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં તે તેની કઝીન સિસ્ટર જયન મેરીના લગ્નમાં હાજરી આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કર્યા છે જેમાં નૂપુર પણ જોવા મળી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…