Not Set/ મહારાષ્ટ્ર/ બાઇક સવારોએ, 20 વર્ષીય એન્જિનિયરિંગની વિદ્યાર્થીની પર ફેક્યો એસીડ

બુધવારે મહારાષ્ટ્રના ગોંડિયા જિલ્લામાં એન્જિનિયરિંગની  20 વર્ષીય વિદ્યાર્થીની પર એસિડ એટેકનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ હુમલામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થી છે. તેણીની હાલત અતિ ગંભીર જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ મુન્ડીપર બસ સ્ટેન્ડ નજીક આ વિધાર્થીની પર બે બાઈક સવારો દ્વારા એસીડ એટેક કરવામાં આવ્યો હતો. ખાલબંધા ગામની રહેવાસી, પીડિતા નાગપુરની […]

Top Stories India

બુધવારે મહારાષ્ટ્રના ગોંડિયા જિલ્લામાં એન્જિનિયરિંગની  20 વર્ષીય વિદ્યાર્થીની પર એસિડ એટેકનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ હુમલામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થી છે. તેણીની હાલત અતિ ગંભીર જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ મુન્ડીપર બસ સ્ટેન્ડ નજીક આ વિધાર્થીની પર બે બાઈક સવારો દ્વારા એસીડ એટેક કરવામાં આવ્યો હતો.

ખાલબંધા ગામની રહેવાસી, પીડિતા નાગપુરની એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. એસિડ હુમલો કરનારાઓએ પોતાના ચહેરાને કપડાથી ઢાંકીને રાખ્યું હતું. હુમલો થયો ત્યારે પીડિત વિદ્યાર્થીની નાગપુરની બસની રાહ જોઈ રહી હતી.

ગુનો કર્યા બાદ બાઇક સવાર ઘટનાસ્થળેથી નાસી છુટયા હતા. જ્યારે પીડિતાને સ્થાનિકોની મદદથી  નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને બાદમાં તેને સારવાર માટે નાગપુર રીફર કરાઈ હતી. સ્થાનિક પોલીસે આ મામલે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.