Not Set/ ક્રૂરતાની તમામ હદ પાર, યુવકને ટ્રક પાછળ બાંધી આપવામાં આવી તાલિબાની સજા

મધ્યપ્રદેશનાં નીમચમાં ક્રૂરતાની તમામ હદ પાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

India
ક્રૂરતાની

મધ્યપ્રદેશનાં નીમચમાં ક્રૂરતાની તમામ હદ પાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક આદિવાસી યુવકને પહેલા ચોરીની શંકાનાં આધારે ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ટ્રકની પાછળ બાંધીને ઘણા કિલોમીટર સુધી ખેંચવામાં આવ્યો હતો. ક્રૂરતા સામે અસહાય યુવાન વેદનામાં મૃત્યુ પામ્યો હતો. પોલીસ અધિક્ષક સૂરજ વર્માએ કહ્યું કે, વાયરલ વીડિયોએ આરોપીની ઓળખ કરવામાં મદદ કરી છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. પોલીસે આ કેસમાં એસસી/એસટી એક્ટ હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપી સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – કોરોના અપડેટ / રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો ,છેલ્લા 24 કલાકમાં નવા 10 કેસ નોંધાયા

મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના નીમચ જિલ્લાનાં સિંગોલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આદિવાસી યુવક કન્હૈયા લાલ ભીલ ગુરુવારે સવારે પોતાના સાથી સાથે સિંગોલી પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની બાઇક ગુર્જર સમાજનાં વ્યક્તિ સાથે અથડાઇ હતી. તેના પર ગુર્જર સમાજનાં લોકોએ આદિવાસી યુવાનોને લાકડીઓથી માર માર્યો હતો. આટલુ કર્યા બાદ પણ તેમને જ્યારે સંતોષ ન થયો તો તેને પીકઅપ વાહન સાથે બાંધીને લાંબા અંતર સુધી ખેંચવામાં આવ્યો. આશ્ચર્યજનક બાબત એ છે કે તે આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતા. આ ઘટના 26 ઓગસ્ટનાં રોજ બની હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ગુનેગારોએ પોતે જ પોલીસને જાણ કરી હતી. તેઓએ પોલીસને જણાવ્યું કે, તેઓએ એક ચોરને પકડ્યો છે, જે ઘાયલ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવકને નીમચ હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ. બાદમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સત્ય બહાર આવ્યું. મૃતક કાન્હા ઉર્ફે કન્હૈયા ભીલ બાણદાનો રહેવાસી હતો.

આ પણ વાંચો – ઉદ્વાટન / જલિયાંવાલા બાગનું નવું પરિસર રાષ્ટ્રને સમર્પિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

હોસ્પિટલમાં યુવાનનાં મોત બાદ આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. નીમચ એસપી સૂરજ વર્માએ કાર્યવાહી કરતા આ સમગ્ર કેસમાં 8 લોકો સામે હત્યા અને એટ્રોસિટી એક્ટનો કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય આરોપી મહેન્દ્રની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મહેન્દ્ર ગુર્જરની પત્ની બાણદાની સરપંચ છે. વળી, ઘટના સમયે પીકઅપ ચલાવતા યુવકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની પૂછપરછ ચાલી રહી છે અને બાકીનાં આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ બાબતે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ શિવરાજ સરકારને ઘેરી છે અને પૂછ્યું છે કે મધ્યપ્રદેશમાં શું થઈ રહ્યું છે…? હવે નીમચ જિલ્લાનાં સિંગોલીમાં કન્હૈયાલાલ ભીલ નામનાં એક આદિવાસી વ્યક્તિ સાથે હેવાનિયતની ખૂબ જ અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે? ચોરીની શંકામાં મૃતકને ખરાબ રીતે માર્યા પછી, તેને વાહન સાથે બાંધી દેવામાં આવ્યો અને નિર્દયતાથી ખેંચીને તેને મૃત્યુ તરફ દોરી દેવામાં આવ્યો? તેમણે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે.