Surat News: સુરતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ પર પોલીસની સોશિયલ મીડિયામાં બાજ નજર છે. પહલગામ આતંકી હુમલા અંગે આપત્તિજનક પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિને લઈ પોલીસ કડક પગલાં લઈ રહી છે. સુરતની અમરોલી પોલીસે દીપેનસિંહ નામના ઈસમની ધરપકડ કરી BNSની કલમ 197(1) D મુજબ પોલીસે ગુનો નોંધ્યો છે. સુરતની અમરોલી પોલીસે ઇસમે આપત્તિજનક વીડિયો અપલોડ કરતા તેની સામે ગુનો નોંધ્યો છે. પોસ્ટમાં કહ્યું, આતંકવાદના ગુરુ ભારતમાં જ રહે છે. પોલીસે વીડિયો બનાવનાર ઈસમની ધરપકડ કરી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 197(1) D મુજબ પોલીસે ગુનો નોંધ્યો છે.
ગઈકાલે ભાવનગરમાં સોશિયલ મીડિયામાં ભયજનક મેસેજ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ભારત પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતીને પગલે ભય પેદા કરનારા મેસેજ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ZORO_ _855ના વપરાશકર્તા પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવા મેસેજ વાયરલ કર્યા હતા.ઉપરાંત સરકારના યુદ્ધ બાબતે ખોટા નિર્ણય અંગે મેસેજ વાયરલ કર્યા હતા. આ અંગે ગંગાજળીયા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આઇનુલ અનિશભાઇ શેખ નામના શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:ભાવનગર : સોશિયલ મીડિયામાં ભયજનક મેસેજ કરનાર સામે કાર્યાવાહી
આ પણ વાંચો:ભૂજથી ભારતીય સેનાની શરૂ થઈ મૂવમેન્ટ, સરહદ તરફ મોકલવામાં આવી ફોર્સ
