બોલિવૂડની સિંગિંગ સેન્સેશન નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના લગ્નમાં ઘણા પ્રખ્યાત સેલેબ્સ હાજર રહ્યા હતા. નેહા કક્કર તેના લગ્નના દિવસે એકદમ સુંદર પ્રી જેવી લાગી રહી હતી. તે જ સમયે, નેહા કક્કરની ખાસ મિત્ર અને બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ આ લગ્નમાં જોડાઇ હતી. લગ્નના ફંક્શનમાં ઉર્વશી લાઇટ ગ્રીન લેહેંગામાં જોવા મળી હતી.
https://www.instagram.com/p/CGzazsFB_tb/?utm_source=ig_web_copy_link
આ દરમિયાન ઉર્વશીએ રેનૂ ટંડનની આઉટફિટ પહેરી હતી. ઉર્વશીનો આ લહેંગા જરદોસી અને તમામ ઓરિજનલ સ્વારોસ્કીના વર્કથી તૈયાર કરવામાં આવ્યો હતો. સમાચાર અનુસાર આ સુંદર લહેંગા અને જ્વેલરીની કિંમત 55 લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર ચાહકો ઉર્વશી રૌતેલાની સુંદરતાના વખાણ કરતાં થાકતા નથી.
આ પણ વાંચો : Bollywood / ‘ભાભી જી ઘર પર હૈ’ નાં વિભૂતિ અને તિવારીએ કર્યું લિપલોક, ફોટો જોઇને ચાહકો થયા…
https://www.instagram.com/p/CGzYsJHBoNU/?utm_source=ig_web_copy_link
ઉર્વશી રૌતેલાના કામ વિશે વાત કરીએ તો તે છેલ્લે છેલ્લે ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ માં જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઉર્વશી સાથે ગૌતમ ગુલાતી અને અર્ચના પૂરણ સિંહે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ દિવસોમાં ઉર્વશી રૌતેલા તેલુગુ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ઉર્વશી રૌતેલા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેણે નેહા કક્કરના લગ્નને લગતા ઘણા વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
