Ahmedabad News/ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ ની ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં જોડવાંમાં આવ્યા વધારાના કોચ

સ્પેશ્યલ ટ્રેનોમાં ચાર-ચાર કોચ વધારાના ઉમેરવાનો નિર્ણય

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 2025 01 24T180759.663 પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ ની ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં જોડવાંમાં આવ્યા વધારાના કોચ

Ahmedabad News : પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળ થી ચાલનારી ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં ચાર-ચાર કોચ વધારાના ઉમેરવાનો નિર્ણય લીધો છે.

1. ટ્રેન નં. 09413/09414 સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન માં સાબરમતી થી 5,9,14 અને 18 ફેબ્રુઆરી 2025 ના રોજ તથા બનારસથી 6,10,15 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસ ના વધારાના કોચ ઉમેરવામાં આવશે.

2. ટ્રેન નં. 09421/09422 સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેન માં સાબરમતીથી 23 અને 26 જાન્યુઆરી 2025 ના રોજ તથા બનારસથી 24 અને 27 જાન્યુઆરી 2025 ના રોજ બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસ ના વધારાના કોચ ઉમેરવામાં આવી રહ્યા છે.

3. ટ્રેન નં. 09403/09404 અમદાવાદ-જંઘઈ-અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેન માં અમદાવાદથી 5,14,15,18,19 અને 26 ફેબ્રુઆરી 2025 ના રોજ તથા જંઘઈ થી 7,16,17,20,21 અને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસ ના વધારાના કોચ ઉમેરવામાં આવશે.

ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોલીસ એન્કાઉન્ટરમાં દાહોદનો સાયકો કિલર ઠાર, 5 પોલીસકર્મીઓ ઘાયલ

આ પણ વાંચો: 10 દિવસ પહેલા મહિલા અને દત્તક પુત્રીના ગુમ થવાનો મામલો,આખરે ખુલ્યું હચમચાવી નાખે તેવું રહસ્ય

આ પણ વાંચો: દાહોદના ઝાલોદમાં બે અકસ્માતમાં છના મોતથી સનસનાટી