સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સનો મામલો સામે આવ્યો ત્યારથી એનસીબી કેસની તપાસમાં લાગી ગઈ છે. એનસીબીએ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સાથે ઘણા લોકોની ધરપકડ કરી. બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. રિયા લગભગ એક મહિના જેલમાં રહી હતી, ત્યારબાદ તેને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા. ડિસેમ્બરમાં તેના ભાઇ શૌવિકને વિશેષ કોર્ટ દ્વારા જામીન મળી ગયા. હવે એનસીબીએ શૌવિકની જામીન રદ કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે.
એનડીટીવી.કોમના અહેવાલ મુજબ એનસીબીએ શૌવિકની જામીન રદ કરવા માટે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શૌવિક બંને સાથે સંપર્કમાં હતો, આ અરજી પર સુનાવણી 30 માર્ચે યોજાશે.
એનસીબીએ રિયાની જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુશાંતસિંહ રાજપૂત કેસમાં સામે આવેલા ડ્રગ્સ કનેક્શનમાં રિયાને જામીન આપવાના મામલે બોમ્બે કોર્ટના નિર્ણય સામે એનસીબીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ મામલે 18 માર્ચે સુનાવણી થશે.
નોરા ફતેહીએ ચાહકોના દિલમાં લગાવી આગ, જુઓ હોટનેસથી ભરેલો આ વીડિયો
જણાવી દઈએ કે, એનસીબીએ તાજેતરમાં 12 હજાર પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં રિયા ચક્રવર્તીનું નામ પણ છે. કેન્દ્રીય એજન્સીએ પોતાની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી અને 32 અન્ય લોકો પર ગેરકાયદેસર તસ્કરી ગુનાનો આરોપ લગાવ્યો છે. તે એનડીપીએસ એક્ટની કલમ 27 એકે હેઠળ આવે છે અને તેમાં ઓછામાં ઓછી 10 વર્ષની અને મહત્તમ 20 વર્ષની જેલની જોગવાઈ છે.
સેન્ટ્રલ એજન્સી અનુસાર, રિયાએ કબૂલ્યું છે કે તે ઘરમાં ડ્રગ્સ લઇ આવતી હતી. નવેમ્બર 2019 માં તેની શરૂઆત થઈ. આટલું જ નહીં, રિયાએ આ પહેલા શોવિકને ડ્રગ માટેના ફંડ પણ ટ્રાન્સફર કર્યા હતા. જેના કારણે હવે એજન્સીએ રિયા પર ડ્રગ્સ ખરીદવા અને સપ્લાય કરવાનો આરોપ લગાવ્યો છે.
રિયાએ એમ પણ કહ્યું છે કે સુશાંતને ગાંજો આપવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં એવું પણ લખેલું છે કે રિયા સિવાય તેનો ભાઈ શોવિક, સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મીરાન્ડા, દિપેશ સાવંત અને હર્ષિકેશ પવાર નામના અન્ય આરોપી સુશાંતસિંહ રાજપૂતને ડ્રગ ખરીદવા સપ્લાય કરતા હતા.
