New Record/ વર્લ્ડ કપ જીત્યા બાદ મેસીએ આ મામલે પણ રચ્યો ઇતિહાસ,જાણો

લિયોનેલ મેસીએ ફૂટબોલની દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે.  આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને FIFA વર્લ્ડ કપ-2022 જીત્યું. મેસ્સીની કારકિર્દીનો આ પહેલો વર્લ્ડ કપ હતો.

Top Stories Sports
18 2 વર્લ્ડ કપ જીત્યા બાદ મેસીએ આ મામલે પણ રચ્યો ઇતિહાસ,જાણો

Messi:  લિયોનેલ મેસીએ ફૂટબોલની દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે.  આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને FIFA વર્લ્ડ કપ-2022 જીત્યું. મેસ્સીની કારકિર્દીનો આ પહેલો વર્લ્ડ કપ હતો. આ જીત બાદ મેસ્સીએ મેદાનની બહાર પણ એક રેકોર્ડ બનાવ્યો છે.વર્લ્ડ કપ જીત્યા બાદ મેસ્સીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. તેમની આ પોસ્ટને 60 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે. ઈન્સ્ટાગ્રામ પર કોઈપણ રમતવીર દ્વારા આ સૌથી વધુ પસંદ કરાયેલ પોસ્ટ છે.આ પોસ્ટે ઇતિહાસ રચ્યો છે.

મેસ્સીએ વર્લ્ડ કપની ટ્રોફી પકડીને પોતાની એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું, “મેં ઘણી વખત આનું સપનું જોયું છે. મને કપ જીત્યા છે એનો  હું હજી પણ વિશ્વાસ કરી શકતો નથી.. મારા પરિવાર, મિત્રો અને સમર્થકોનો આભાર.મેસ્સીની આ પોસ્ટે પોર્ટુગલના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ છોડી દીધા છે. મેસ્સી દ્વારા પાછળ છોડવામાં આવેલ રોનાલ્ડોની પોસ્ટમાં તે મેસ્સી સાથે ચેસ રમતા જોવા મળે છે. આ પોસ્ટને 41.9 મિલિયન લોકોએ પસંદ કરી છે.મેસ્સીની કેપ્ટન્સીવાળી આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાંસને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવીને ટાઇટલ જીત્યું હતું. 1986 પછી આર્જેન્ટીનાનું આ પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ હતું.

Test series/ઇંગ્લેન્ડે છેલ્લી ટેસ્ટમાં પાકિસ્તાને 8 વિકેટથી હરાવી કર્યો વ્હાઇટ વોશ