છેલ્લા ઘણા સમયથી બરેલીથી ભાજપનાં ધારાસભ્ય રાજેશ મિશ્રાની દિકરી સાક્ષી મિશ્રાએ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ કરી પોતાના પિતાથી પોતાને અને તેના પતિ અજિતેશને જીવનું જોખમ હોવાથી સુરક્ષા માંગી હતી. આ લગ્નને લઇને દેશભરમાં અલગ-અલગ ચર્ચાઓ થઇ હતી. તેવામાં હવે આવો જ એક મામલો મધ્ય પ્રદેશનાં જબલપુરથી સામે આવ્યો છે. અહી પ્રેમ લગ્ન કરનાર પ્રેમી યુગલે સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરી સુરક્ષાની માંગણી કરી છે.
ભોપાલનાં આર્ય મંદિરમાં 10 દિવસ પહેલા પ્રેમ લગ્ન કરનાર ડીકે કુશવાહા અને રાગની દિવેદી હવે પોતાના જીવને ખતરો બતાવતા ભાગવા પર મજબૂર બન્યા છે. જે રીતે સાક્ષી મિશ્રાએ સોશિયલ મીડિયા પર વિડિયો બનાવી પોતાના પિતાથી ખતરો બતાવી સુરક્ષાની માંગણી કરી હતી તેવી જ રીતે રાગિનીએ પણ સુરક્ષાની માંગણી કરી છે. આપને જણાવી દઇએ કે, રાગિની પન્ના જિલ્લાનાં સિમરિયા ગામની રહેવાસી છે અને યુવક ડીકે કુશવાહા પણ આ જ ગામનો છે. બંન્ને વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો, જેને તેમણે ભોપાલનાં આર્ય મંદિરમાં જઇને લગ્નમાં પરિવર્તિત કર્યો હતો.
રાગિનીનાં જણાવ્યા અનુસાર તે બંન્નેએ આંતર જાતિ લગ્ન કર્યા છે જેને લઇને હવે તેના પરિવારજનો બંન્નેને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. રાગિનીનું કહેવુ છે કે, તેમના પિતા પન્ના જિલ્લાનાં સિમરિયા ગાંમમાં એક ખેડૂત છે. યુવક ડીકે કુશવાહા પણ તે ગામનો રહેવાસી છે. બંન્ને હવે પુખ્ત વયનાં છે અને એકબીજાનાં ઘણો પ્રેમ કરે છે, પરંતુ યુવક બીજી જાતિનો હોવાના કારણે તેનો પરિવાર લગ્નનો સ્વીકાર નથી કરી રહ્યા. રાગિનીનું કહેવુ છે કે, તેમને સતત ફોન પર ધમકીઓ મળી રહી છે. છેલ્લા 10 દિવસોથી તે દિલ્હી મથુરા, ભોપાલ અને અન્ય ઘણા શહેરોનાં ચક્કર લગાવી રહ્યા છે. હવે તેમણે જબલપુરની શરણ લીધી છે. સાથે તેનું કહેવુ છે કે, તેના પરિવારનાં સભ્યો તેમને સ્વતંત્ર થઇને જીવવા દે. અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે અને અમને અમારા જીવનનો નિર્ણ લેવાનો પૂરો હક છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બરેલીથી ભાજપનાં ધારાસભ્ય રાજશ મિશ્રાની દિકરી સાક્ષી મિશ્રાએ સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરી પોતાની સુરક્ષાની માંગણી કરી હતી. આ મામલો દેશભરમાં ઘણો ચર્ચાનો વિષય બન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
