અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા અને ઉબેર જેવી બાઇક ટેક્સી સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ આરટીઓ(RTO)ને મળેલી ફરિયાદો અને રીક્ષા ચાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી એક મહિના સુધી આ એપ્લિકેશન દ્વારા ચાલતી બાઇક ટેક્સી સેવા બંધ રહેશે.
આ ત્રણેય કંપનીઓ પાસે થ્રી વ્હીલર ચલાવવા માટે આરટીઓ(RTO)નું એગ્રીગેટર લાયસન્સ હોવા છતાં, ટુ-વ્હીલર ચલાવવા માટેનું લાયસન્સ કોઈપણ કંપની પાસે નથી. આથી મોટર વાહન કાયદાના ભંગ બદલ આ ત્રણેય કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
જો આ કંપનીઓ કાયદા અને નિયમોનું પાલન કરશે તો જ આ પ્રતિબંધ હટાવવાની શક્યતા છે. નહીંતર, આ પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં. આ નિર્ણયથી શહેરમાં ટુ-વ્હીલર ટેક્સી સેવા પર નિયંત્રણ આવશે અને રીક્ષા ચાલકોને રાહત મળશે તેવી આશા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં HMPV કેસ માટે ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારાઈ
આ પણ વાંચો: અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન સામે નોંધાયેલા ત્રણેય ગુનામાં આગોતરા જામીન નામંજુર
આ પણ વાંચો: અમદાવાદમાં જ્વેલર્સના શો રૂમમાં લૂંટ મામલે થયા મોટા ખુલાસા