જાહેર ક્ષેત્રના એર ઇન્ડિયાએ ગુરુવારે ખેડૂત આંદોલનના કારણે અસરગ્રસ્ત મુસાફરોને તેના મુસાફરીનો કાર્યક્રમ વિના મૂલ્યે ફરીથી ગોઠવવાની ઓફર કરી છે, જેણે દિલ્હીની સરહદો સીલ કરનારા ખેડુતોના વિરોધમાં કરી હતી.
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના ખેડૂતોએ ‘દિલ્હી ચલો’ બોલાવ્યું છે. આ કારણે દિલ્હી પોલીસે વાહનોની ચેકીંગ વધાર્યું હતું. જેથી ટ્રાફિકને અસર થઈ હતી. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી દિલ્હી જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એર ઈન્ડિયાએ ટ્વિટ કર્યું છે કે ‘દિલ્હી-સીસીઆર બંધ થવાને કારણે દિલ્હી-એનસીઆરમાં ટ્રાફિકની અડચણોને ધ્યાનમાં રાખીને, અમે અસરગ્રસ્ત મુસાફરોને તેમના મુસાફરીનું સમયપત્રક ફરીથી ગોઠવવાની મંજૂરી આપીએ છીએ (ટિકિટને બીજી તારીખમાં બદલી શકો છો). આ માટે તેમની પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. “આ છૂટ 26 નવેમ્બર 2020ના રોજ દિલ્હી એરપોર્ટની અગાઉથી બૂક થયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
