Not Set/ કોરોનાના કેસો વધતા AMCનો નિર્ણય, આ વિસ્તારોમાં રાત્રે 10 પછી બધુ જ બંધ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. મેટ્રો શહેરોમાં કોરોનાએ વિકરાળ સ્વરુપ ધારણ કરતાં સરકાર સખત નિર્ણય કરે તેવી શક્યતાઓ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાત્રે 10 વાગ્યા પછી કુલ 8 વોર્ડમાં ખાણીપીણીની દુકાનો સહિત તમામ પ્રકારની દુકાનો બંધ રાખવાનો હુકમ કર્યો છે. જે વોર્ડમાં રાત્રે […]

Top Stories

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. મેટ્રો શહેરોમાં કોરોનાએ વિકરાળ સ્વરુપ ધારણ કરતાં સરકાર સખત નિર્ણય કરે તેવી શક્યતાઓ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાત્રે 10 વાગ્યા પછી કુલ 8 વોર્ડમાં ખાણીપીણીની દુકાનો સહિત તમામ પ્રકારની દુકાનો બંધ રાખવાનો હુકમ કર્યો છે.

જે વોર્ડમાં રાત્રે 10 પછી બજારો બંધ રહેવાના છે તેમાં જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં રેસ્ટોરાં, મોલ, શો રૂમ, પાનની દુકાન, ક્લબ, ટી સ્ટોલ, ફરસાણની દુકાન, હેર સલૂન સહિતની દુકાનો બંધ રહેશે. આ ઉપરાંત, માણેકચોક અને રાયપુરના ખાણીપીણી બજારો પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.