Not Set/ મુખ્યમંત્રી રૂપાણીનાં 28 મી સુધીના તમામ કાર્યક્રમો રદ્, અંગત મદદનીશ પણ કોરોના સબબ સારવાર હેઠળ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હાલ તેઓ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 28 ફેબ્રુઆરી સુધીના તમામ જાહેર કાર્યક્રમો રદ્

Top Stories India

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હાલ તેઓ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 28 ફેબ્રુઆરી સુધીના તમામ જાહેર કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં તેમને અલાયદા વિભાગમાં રાખવામાં આવ્યા છે.આ ઉપરાંત મુખ્યમંત્રી નિવાસસ્થાને કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં.

Terrorism / લખનઉને ફૂંકી મારવાનું આતંકવાદીઓનું ષડયંત્ર‌ નાકામ, STF એ કરી PFI ના બે સભ્યોની ધરપકડ

આ ઉપરાંત મુખ્યમંત્રીના અંગત મદદનીશ શૈલેષભાઈ માંડલિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા યુ.એન.મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા તમામ લોકોના આજ થી કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.મુખ્યમંત્રી નિવાસસ્થાન અને તેમની કચેરી સેન્ટ્રલાઇઝ્ડ કરવાની સાથોસાથ તેમના સ્ટાફ તેમજ સિક્યુરિટી ગાર્ડ ના કોરોના ટેસ્ટિંગ ની કામગીરી શરૂ કરવામાં આવશે. સીએમ નિવાસ્થાન ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને સેલ્ફ કવોરોન્ટાઇન હવા સૂચના આપવામાં આવી છે.

Contempt Case / પત્રકાર રાજદીપ સરદેસાઈની મુશ્કેલીઓ વધી, SC એ નોંધ્યો અવમાનનાં કેસ

મુખ્યમંત્રીના આગામી દિવસોના તમામ કાર્યક્રમો જાહેર સભાઓ રદ કરવામાં આવી છે.મુખ્ય મંત્રીના અંગત મદદનીશ શૈલેષભાઈ માંડલીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો છે .અત્રે નોંધવુ જરૂરી છે કે અગાઉ મુખ્યમંત્રી કાયર્લિયના 20થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને હવે મુખ્યમંત્રી ખુદ કોરોનાની ઝપટે ચડયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…